જેઠમાં અષાઢ જેવો માહોલ:પાટણના વારાહીના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, ઝંડાળા ગામે ભારે પવન ફૂંકાતાં 10થી વધુ મકાનોનાં પતરાં ઉડ્યાં

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે વિસ્તારના વારાહી, બામરોલી, માનપુરામાં ધીમીધારે વરસાદ
  • ગઢા, વર્ણોસરી, કોરડા, એવાલ સોલાર પાર્ક સહિત વાઘપુરામાં ધીમી ધારે વરસાદ પડ્યો
  • ભારે પવનના કારણે પતરાં ઉડી જતાં મકાન માલિકોને આર્થિક નુકશાન થયું

આજે મંગળવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ પાટણ જિલ્લાના વારાહીમાં પણ આકરી ગરમી વચ્ચે વાતવરણમાં પલટો આવ્યો હતો. જેમાં હાઇવે વિસ્તારના વારાહી, બામરોલી, માનપુરામાં ધીમીધારે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.

પાટણ જિલ્લામાં આકરી ગરમી પડી રહી છે. એની વચ્ચે આજે જિલ્લાના વારાહી વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવન ફૂંકાયા હતા. જેમાં ઝરમર વરસાદ વરસતાં રસ્તાઓ ભીના થયા હતા. હાઇવે વિસ્તારના વારાહી, બામરોલી, માનપુરામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આકરી ગરમીની વચ્ચે વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી.

પાટણના વારાહી બામરોલી, માનપુરા બાદ અન્ય ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ગઢા, વર્ણોસરી, કોરડા, એવાલ સોલાર પાર્ક સહિત વાઘપુરામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જેમાં તાલુકાના ઝંડાળા ગામે ભારે પવન ફૂંકાતા 10થી વધુ મકાનોનાં પતરાં ઉડ્યાં હતાં. ભારે પવનના કારણે પતરાં ઉડી જતાં મકાન માલિકને આર્થિક નુકશાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઇ.

અન્ય સમાચારો પણ છે...