રજૂઆત:પાટણ નગરપાલિકાના નગરસેવક ઉપર શિસ્તભંગના પગલાં ભરવા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલની સાફ-સફાઈ દરમિયાન કચરો ઠાલવતા અસભ્ય વર્તનનો આક્ષેપ

પાટણ શહેરના વોર્ડ નંબર 7ના સ્થાનિક કોર્પોરેટર દ્વારા કેનાલની સાફ-સફાઈ સમય તેમાંથી નીકળેલા કચરો એક મકાનની પાછળ ઠાલાવવામાં આવતા મહિલાએ સ્થાનિક કોર્પોરેટર આ કચરો ઉપાડી લેવા માટે રજૂઆત કરવા જતા કોર્પોરેટર કચરો ઉપાડવાની ના પાડી મહિલા સાથે અસભ્ય વર્તન કર્યું હતુ. આ અંગેના આક્ષેપો કરી આ બાબતે નગરસેવક વિરુદ્ધ સિદ્ધ શિસ્ત ભંગના પગલાં ભરવા માટે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે .

પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 7 આવેલી રામદેવ પાર્ક સોસાયટીની પાછળથી પસાર થતી ગુગડી કેનાલની સફાઈની કામગીરી દરમિયાન તેનો ગંદો કચરો બહાર કાઢીને એક મકાનની પાછળ ઠાલાવ્યો હતો. આ બાબતે મકાન માલિક મહિલા ઊર્મિલાબેન ડાહયાલાલ પરમાર દ્વારા સ્થાનિક નગરસેવક રાજેન્દ્રભાઇ હિરવાણીયાને આ બાબતે રજૂઆત કરવા જતા તેમણે મહિલાથી રજૂઆત સાંભળી ન હોવાનું તેમજ તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યા હતા. આ બાબતે તેમની સામે પગલાં ભરવા બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને આજરોજ લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે લેખિતમાં રજૂઆત કરી છે.

આ બાબતે વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર રાજેન્દ્ર ભાઈ હીરવાણીયાએ જણાવ્યું હતું કે, મહિલા દ્વારા અમારા ઘરે આવી જેમતેમ બોલવા લાગ્યા હતા તેમજ તમારી વિરુદ્ધ રજૂઆતો કરવામાં આવી છે તે બિલકુલ ખોટી છે.

અન્ય સમાચારો પણ છે...