રજૂઆત:પાટણના લોકોને પ્રાથમિક સુવિધાનો લાભ અપાવવા રિજિયોનલ કમિશનરને રજૂઆત

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિજિયોનલ કમિશનરે પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી
  • વિપક્ષે પ્રાથમિક સુવિધાઓ અને સરકારી યોજનાનો લાભ માટે રજૂઆત કરી

પાટણ પાલિકામાં આવેલા રિઝીયોનલ કમિશનર ડી.કે.પારેખ સમક્ષ વિપક્ષના નેતા મનિષાબેન ઠક્કર તેમજ વિપક્ષના કોપોરેટર ભરત ભાટીયા સહિતે ભાજપ શાસિત પાટણ પાલિકા દ્વારા શહેરીજનોને મળવા પાત્ર પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતી હોઈ ઉભરાતી ગટર, રોડ રસ્તા અને પાણી સહિતની સમસ્યાઓ હલ કરી આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓ અંગે રજુઆત કરવામાં આવી હતી.

ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરેલ યોજનાઓ ફકત કાગળ પરની જ યોજનાઓ બની રહેતી હોઈ લાભાર્થીઓને લાભ આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. રજૂઆતના અંતે કમિશનર દ્વારા ચિફ ઓફિસરને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા તેમજ સરકારની યોજનાઓનો લાભ સમયસર લાભાર્થીઓને મળે તે બાબતે સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...