તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતૃભાષા લાવવા માટે મથામણ:પાટણના નિવૃત વકીલે રાજ્યની ઉચ્ચ અદાલતમાં કાર્યવાહીની ભાષા ગુજરાતી રાખવા માટે રાજ્યપાલને રજૂઆત કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાટણના નિવૃત વકીલે રાજ્યપાલ સહિત મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીને રજૂઆત કરી

દેશમાં કેટલાંક રાજ્યોને ઉચ્ચ અદાલતની કાર્યવાહીમાં સત્તાવાર ભાષા આપી છે જેમાં મુખ્યત્વે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ સામેલ છે તેવી રીતે ગુજરાતમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે મંજૂરી આપવા માટે પાટણના રહીશ અને નિવૃત્ત સરકારી વકીલ જનકભાઈ વ્યાસ દ્વારા ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ડીજીપીને રજૂઆત કરી છે તેમણે અન્ય રજૂઆતો પણ કરી છે.

પ્રાદેશિક ભાષા લોકો વાંચી-સમજી શકે છે
રાજ્યપાલ અને વિવિધ સ્તરે કરેલી રજૂઆત મુજબ પ્રાદેશિક ભાષામાં કેસ ચાલવાથી જે તે પક્ષકારને પોતાનો કેસ કેવી રીતે ચાલે છે ,તેમના વકીલ શું દલીલ કરે છે ,સામેના વકીલ શું દલીલ કરે છે,નામદાર કોર્ટ શું ક્વેરીઓ કરે છે તેની સમજ પડે.ચુકાદો આવે વાંચી સારી રીતે સમજી શકે. આ માટે ગુજરાતી પ્રજા માટે ગુજરાતી ભાષા કોર્ટ કાર્યવાહીમાં રાખવી જોઈએ છે.વધુમાં પોલીસ તપાસની નકલો ફરિયાદીને આપવા રજૂઆત કરી છે.

કાર્યવાહી સમજવામાં સરળતા રહે તે માટે રજૂઆત
કોઈપણ ગુનો બને ત્યારે કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જસીટ રજુ થાય છે. આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૧૯૭૩ની કલમ ૨૦૭ મુજબ તમામ નકલો “વિનામૂલ્યે” આપવામાં આવે છે પરંતુ જેને કેસ કર્યો છે ,જે ભોગ બનનાર છે તેને એફ .આઈ.આર.શિવાયની કોઈજ પોલીસ ચાર્જસીટની નકલો આપવામાં આવતી નથી. પોલીસ તપાસમાં પોતાના કેસમાં કોણ આરોપી પકડાયું? કોણ સાક્ષી છે? શું મેડીકલ પુરાવો છે? શું એફ.એસ.એલ. છે? કોણ પંચો છે? શું મુદ્દામાલ પકડાયો તેની કંઈ જ ખબર હોતી નથી. આજ રીતે આરોપીને ખાનગી વકીલ રોકવાની છૂટ છે જયારે ફરિયાદીને સરકારી વકીલ જ મળે છે ફરિયાદી ખાનગી વકીલ રોકી શકે પરંતુ ફક્ત લેખિત દલીલો જ રજુ કરી શકે છે.

અન્ય રાજ્યોમાં પણ તેમની માતૃભાષા માન્ય છે
બીજું કોર્ટ કાર્યવાહીમાં સીધો ભાગ લઇ શકતા નથી ત્યારે કોઈ ફરિયાદી પોતાનો ખાનગી વકીલ રોકવા માંગતો હોય તો છુટ આપવી જોઈએ અને સરકારી વકીલને ફરિયાદીના કેસમાં જે અધિકાર મળે તે બધાજ અધિકાર આપવા જોઈએ. દેશની ઉચ્ય અદાલતોની મુખ્યત્વે ભાષા અંગ્રેજી અથવા હિન્દી છે. રાજ્યની સત્તાવાર ભાષાને અધિકૃત કરવાની સતા બંધારણ દ્વારા રાજ્યપાલને આપી છે. 4 રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને તેમની ઉચ્ય અદાલતોમાં તેમની પ્રાદેશિક સત્તાવાર ભાષામાં કોર્ટની કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો છે જે બધા માટે “હિન્દી” છે. પરંતુ તમીલનાડુ રાજ્યને “તમિળ” ભાષામાં મદ્રાસ હાઇકોર્ટની કાર્યવાહી કરવાનો અધિકાર આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો