અરજી:મહામારીને ધ્યાને લઇ વિધાનસભાની પેટાચૂંટણી ન યોજવા પંચને રજૂઆત

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીઓ મોકૂફ રાખવા જિલ્લાના અગ્રણી જરૂર પડે તો હાઈકોર્ટમાં જશે

ગુજરાત  વિધાનસભાની  આઠ બેઠક ની પેટાચૂંટણી યોજવા માટે ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે આ ચૂંટણીઓ હાલની કોરોના મહામારી ને ધ્યાનમાં લઈને   બંધ  રાખવા  પાટણ જિલ્લા પંચાયતના  પૂર્વ સદસ્ય અને સામાજિક રાજકીય આગેવાન  ફરસુભાઈ ગોકલાણી દ્વારા રાજ્યના ચૂટણી  પંચ માં  અરજી  કરી છે. આ માટે જરૂર પડશે તો ગુજરાત હાઇકોર્ટમાં જવાની પણ તેઓએ તૈયારી કરી છે

આઠ વિધાનસભાની પેટા ચૂટણીઓ થશે તો એક ગામ થી બીજા ગામ રાજકીય પક્ષ ના કાર્યકરો ના ટોળા લોકસંપર્ક કરવા જશે.સોશ્યલ ડિસ્ટન્સ નહીં જળવાય

કોરોનાને લઈને ધાર્મિક  કાર્યક્રમો   કથા,પ્રાણપ્રતિષ્ઠા  મહોત્સવ, વર્ષોથી પરંપરાગત  નિકળતી  રથ યાત્રા,લગ્ન ઉત્સવો  ,મરણ ની લૌકિક  ક્રિયાઓ સ્થગિત  કરી દેવાઇ છે.શાળા  કોલેજ  બધુ બંધ છે. વેપાર ધંધા  હજુ અટકાવવાની  ફરજ  પડે છે.આવા સંજોગોમાં  રાજયસભા ની ચૂટણીમાં  માત્ર  182 મતદારો હતા અને એક ઓરડા માં  ચૂટણી  કરવાની હતી.તેમ છતાંય  ગુજરાતના બે મોટા નેતાઓ શંકરસિંહ વાઘેલા અને   ભરતસિંહ  સોલંકી  સહિત કેટલાય  કાર્યકરો  સંક્રમિત  થયા છે.આવા સંજોગોમાંઆઠ  વિધાનસભા ની પેટા  ચૂટણીઓ થશે તો એક ગામ થી બીજા  ગામ રાજકીય  પક્ષ ના કાર્યકરો ના ટોળા   લોકસંપર્ક  કરવા જશે.સોશ્યલ  ડિસ્ટન્સ    નહીં  જળવાય . બે  હજાર  જેટલા  ગામડાના વીસ  લાખ મતદારોનો સંપર્ક  કરવા જતાં પચાસ  લાખ થી વધુ વસ્તી  કોરોનાના ભયજનક  સંક્રમણ  સામે  ઝઝુમવું  પડશે.

અન્ય સમાચારો પણ છે...