આવેદન:વામૈયા ગામની ગૌચર જમીન પરનાં દબાણ દૂર કરવા કલેકટરને રજૂઆત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી જમીનમાં દબાણ થતાં પશુઓ ચરાવવા હાલાકી

સરસ્વતી તાલુકાના વામૈયા ગામમાં સરકારી પડતર ગૌચર જમીનમાં કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવતા ગામના પશુપાલકોને પશુ ચરાવવામાં મુશ્કેલી પડી રહી હોઈ વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીનો ખાલી કરાવવામાં આવે તેવી કલેક્ટરમાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

વામૈયા ગામમાં મોટા ભાગના લોકો પશુપાલનના વ્યવસાય કરતા હોઈ પશુઓનું પાલન પોષણ અને ચરાવવા માટે વર્ષોથી સરકારની પડતર પડેલી ગૌચર જમીનનો ઉપયોગ કરતા હતા. પરંતુ કેટલાક માથાભારે ઇસમો દ્વારા ગૌચર જમીનમાં દબાણો કરી જમીન પચાવી પાડી હોઈ ગામના પશુપાલકોને પશુધન રાખવામાં ભારે મુશ્કેલી પડી રહી હોઈ પશુપાલકોના હિતમાં વહીવટીતંત્ર દ્વારા ગામમાં પડેલી ગૌચર જમીનોમાં થયેલા તમામ દબાણો દૂર કરવામાં આવે અને જમીન ખાલી કરાવવામાં આવે તેવી ગામના પરમાર હાલુસિંહ કુંવરસિંહ સહિત ગ્રામજનો દ્વારા કલેકટરમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવ્યું છે કે ગામના કેટલાક લોકો દ્વારા સરકારી પડતર જમીનમાં ગેરકાયદે દબાણ કરાતાં ગામના પશુપાલકોએ પશુઓ ચરાવવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી સત્વરે આ દબાણો દુર કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...