રજૂઆત:એસ.સી ઉમેદવારોને સેના અને પોલીસ ભરતીનું માગૅદશૅન પુરૂ પાડવા રજૂઆત

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. પં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની ડીવાયએસપીને રજૂઆત
  • એસસી એસટી સેલના ડીવાયએસપી અને પીએસઆઈએ બાલિસણા ગામે અનુસુચિત જાતિ સમાજના લોકોની મુલાકાત લઈ વાર્તાલાપ કર્યો

પાટણ તાલુકાના બાલિસણા ગામે રવિવારએ અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાટણ જિલ્લા એસટી એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક ઝાલા તથા બાલિસણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એસ. ચૌધરીએ મુલાકાત લઈ અનુસૂચિત જાતિ સમાજના લોકોની સાથે મુક્ત મને વાર્તાલાપ કર્યો હતો.

પોલીસ અધિકારીઓની આ મુલાકાતમાં પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે રજુઆત કરી હતી કે પોલીસ વિભાગ તેમજ સેનામાં ભરતી માટે અનુસૂચિત જાતિના લોકોને જરૂરી માર્ગદર્શન અને તાલીમ મળી રહે તે માટે જિલ્લા પોલીસ તરફથી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...