દરખાસ્ત:પાટણમાં ભૂગર્ભ ગટરના નેટવર્કને આધુનિક કરવા રૂ.45 કરોડની ગ્રાન્ટ માટે મુખ્યમંત્રીને રજૂઆત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર લાઈન 15 કિમી જેટલી બદલવી પડે તેવી સ્થિતિ
  • નગરપાલિકા ભૂગર્ભ ગટર શાખા દ્વારા જી.યુ.ડી.સી દ્વારા નવીન ડીપીઆર બનાવવા દરખાસ્ત

પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની લાઈનો જનસંખ્યા અને વિસ્તારમાં વધારો થતાં અંદાજે પંદર કિલોમીટર જેટલી લાઇન બદલવાની જરૂર પડે તેમ છે. ઉપરાંત આગામી વર્ષ 2045ને ધ્યાને લઈ પમ્પિંગ સ્ટેશનો વગેરેનું નવીનીકરણ કરવાની જરૂર હોવાથી ભૂગર્ભ ગટર શાખાના રિપોર્ટ આધારે પાલિકા દ્વારા રૂ. 40 કરોડની ગ્રાન્ટ માટે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

શહેરમાં ભૂગર્ભ ગટરનું નેટવર્ક ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા વર્ષ 1979માં મંજૂર કરવામાં આવ્યું હતું તે મુજબ જે તે વખતે ભૂગર્ભ ગટર લાઈન નાખેલી છે. તે વખતે જનસંખ્યા 112219 હતી જે વધીને હાલે 1.50 લાખ ઉપરાંત થઈ છે.

ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશ પટેલ અને પબ્લિક હેલ્થ એન્જિનિયર કિર્તીભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલનું નેટવર્ક 35 વર્ષ જેટલું જૂનું હોવાથી મુખ્ય લાઈન ચેમ્બર્સ અને પંપીંગ સ્ટેશન વગેરે ખૂબ જ જૂના થઈ ગયા છે. તેની ક્ષમતા હાલની જનસંખ્યાને ધોરણે ઓછી પડે છે પરિણામે વારંવાર એક યા બીજા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ના પ્રશ્નો સર્જાય છે, ઠેકઠેકાણે અવાર નવાર ભુવા સર્જાય છે, રાઇઝિંગ મેઇન ગ્રેવિટી મેઇન વગેરે પાણીના વપરાશના પ્રમાણમાં નાની છે જેને જે વારંવાર બ્રેક ડાઉન થાય છે. આ બધું ધ્યાનમાં લેતા પંદર કિલોમીટર લાઈન બદલવી પડે તેમ છે તેમજ નવીન મેનહોલ અને પમ્પિંગ સ્ટેશનનું નવીનીકરણ કરવા માટે જી.યુ.ડી.સી મારફત સર્વે કરાવી નવેસરથી ડીપીઆર બનાવવા સૂચિત કરવામાં આવ્યું હતું જેના આધારે નગરપાલિકા દ્વારા ઠરાવ કરાયો છે.

કયા કામ માટે કેટલી ગ્રાન્ટની રજૂઆત કરાઈ

  • પંપીંગ સ્ટેશન આધુનિક બનાવવા : રૂ.2.50 કરોડ
  • ફેજ-4ની કામગીરી આગામી વર્ષ 2045 ને ધ્યાને લઇ કરવા માટે :રૂ. 25 કરોડ
  • ભૂગર્ભ ગટરના નવ પંપીંગ સ્ટેશનમાં નવીન મશીનરી માટે: રૂ.2 કરોડ
  • માખણીયા સ્થિત શુદ્ધિકરણ પ્લાન્ટ નું વધારાનું પાણી સિંચાઇ કેનાલમાં નિકાલ કરવા માટેની લાઈન નાખવા: રૂ.3 કરોડ
  • સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ભૂગર્ભ ગટર લાઈન અને મશીનરી હોલની સફાઇ માટે: રૂ.1 કરોડ
અન્ય સમાચારો પણ છે...