આયોજન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શંખેશ્વરમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો કરાશે શુભારંભ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.04 થી તા.06 જાન્યુઆરી સુધી આ આયોજન કરાશે

પાટણમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શંખેશ્વરના શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ શાળા યોજવામાં આવનાર છે.

તા.04 થી તા.06 જાન્યુઆરી સુધી યોજાનાર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમની ત્રિદિવસીય કાર્યશાળાનો પ્રારંભ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવશે.

ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર આત્મા પ્રોજેક્ટ ફાર્મર ફ્રેન્ડ તથા પ્રગતિશીલ ખેડૂતો માટે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...