પાટણની ઐતિહાસિક 132 વર્ષથી સતત કાર્યરત શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં હર્ષાબેન ભરતભાઈ શાહના સૌજન્યથી પાટણનાં વિદ્યાર્થીઓ તથા નગરજનોને કોમ્પ્યુટરનું જ્ઞાન તથા રોજગારલક્ષી કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ લાભ લઈ નોકરી કરતા થઈ ગયા છે. ત્યારે પાંચ કોર્ષોંની સફળતા બાદ છઠ્ઠો કોર્ષ આગામી તા.17/6/2022થી તા.15/8/2022 સુધી શરુ કરવામાં આવશે.
આ કોર્ષમાં કોમ્પ્યુટર બેઝિક, સીસીસી, એમઆઈસી, ટેલી, ગ્રાફીકસ જેવા કોર્ષ નિષ્ણાંત ટ્રેનર ધ્રુવલભાઈ મોદી દ્વારા શીખવવામાં આવશે જેનો સમય સવારે 7-30થી 9અને બપોરે 12થી 4-30નો રાખવા માં આવ્યો છે.
વિદ્યાર્થીઓ તથા નગરજનોની માંગને લઇને સ્પોકન ઈંગ્લીશનાં કોર્ષ પણ સાંજે 6 થી 7.30 સુધી કાંતિભાઈ સુથાર તથા માર્તિકભાઈ દલવાડીનાં માર્ગદર્શન નીચે ચલાવવામાં આવશે જેમાં બેઝીક ગ્રામરથી શરુ કરી સ્પોકન સુધી તૈયારી કરાવવામાં આવશે.
લાયબ્રેરીમાં ચાલતા તમામ કોર્ષમાં વિદ્યાર્થીઓ ઉપર પૂરતું ધ્યાન તથા કોમ્પ્યુટર ઉપર પૂરતી પ્રેકટીસ કરાવવામાં આવે છે. તમામ કોર્ષ પૂર્ણ થયા પછી સરકારમાન્ય સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. ત્યારે આ તમામ બેંચમાં મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા અને મહાસુખભાઇ મોદીને રજીસ્ટ્રેશન કરવા પ્રમુખે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.