હાલાકી:ઉત્તર ગુજરાતની 9 કોલેજોએે યુનિવર્સિટીમાંથી પરીક્ષાની માર્કશીટ ન લેતાં વિદ્યાર્થીઓ રઝળ્યા

પાટણએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2019માં 2 અને વર્ષ 2020માં 7 કોલેજોએ પરીક્ષાની માર્કશીટ લીધી જ નથી
 • વિદ્યાર્થીઓમાં પ્રવેશ સહિતની મુશ્કેલીઓ ઉભી થતાં પોલ ખુલી, યુનિવર્સિટીએ કોલેજોને જાણ કરી

હેમ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજો છાત્રોની પરીક્ષાની માર્કશીટ લઇ જવામાં આળસ કરતા છાત્રોને માર્કશીટ વગર આગળના અભ્યાસમાં પ્રવેશ ફોર્મ ભરવા સહીત અસલ માર્કશીટ ન મળતા છાત્રો ડિગ્રી, માઈગ્રેશન સહિતના સર્ટી યુનિવર્સીટીમાંથી લેવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે યુનિવર્સીટી દ્વારા સૂચનાઓ આપવા છતાં કોલેજોને સર્ટી લઇ જવામાં આળસ આવતા તેમની બેદરકારીને લઇ છાત્રો માર્કશીટથી વંચિત રહેવા પામ્યા છે.યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોના છાત્રોની લેવામાં આવતી પરીક્ષાના પરિણામ બા તૈયાર થતી માર્કશીટ કોલેજોને લઇ જવાની હોય છે.

જેથી પરીક્ષા વિભાગ દ્વારા માર્કશીટ તૈયાર થતા વેબવસાઈટ પર જાહેર કરવા સહીત કોલેજોને જાણ પણ કરવામાં આવે છે. છતાં બે કોલેજો તો 2019 ઓક્ટો- ડિસેમ્બરની પરીક્ષાની માર્કશીટ હજુ સુધી નથી લઇ ગઈ તેમજ અન્ય 7 કોલેજો પણ વર્ષ 2020ની પરીક્ષાની માર્કશીટ ન લઇ જતા તમામ છાત્રોની માર્કશીટ હાલમાં રિઝલ્ટ સેન્ટરમાં ધૂળ ખાઈ રહી છે. આ બાબતે પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે સત્વરે કોલેજો માર્કશીટ લઇ જાય છાત્રો અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે. તેમના હિત માટે લઇ જવા કોલેજોને જાણ કરી છે. જો ટૂંક સમયમાં નહીં લઇ જાય તો કડક સૂચના આપીશું.

માર્કશીટ યુનિવર્સીટીમાંથી જ આવી નથી
યુનિવર્સિટીમાં આવેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે માર્કશીટ મેળવવા તપાસ કરતા રિઝલ્ટ સેન્ટરમાં જ પડી છે .પરંતુ કોલેજ લઇ ગઈ નથી. કોલેજમાંથી મેળવી લેજો એવું કીધું છે, બે દિવસ અગાઉ કોલેજમાં પૂછ્યું તો કે યુનિવર્સીટીમાંથી આવી નથી.

કોલેજના નામ

 • શ્રી સ્વામિનારાયણ સાયન્સ કોલેજ વિજાપુર
 • આર્ટ્સ કોલેજ ભીલડી
 • ગ્રોમોર કોલેજ હિંમતનગર
 • મહિલા આર્ટ્સ કૉલેજ, ઇડર
 • આર્ટ્સ કોમર્સ કોલેજ ગાંભોઇ
 • કોમર્સ કોલેજ, કુરકી
 • આર્ટ્સ સાયન્સ કોલેજ મેવાડ
 • નીલકંઠ બીએડ કોલેજ વિસનગર
 • બી ડી શાહ બીએડ કોલેજ મોડાસા
અન્ય સમાચારો પણ છે...