પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના:પાટણમાં કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચથી સુરક્ષિત કરાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરના એનજીએસ કેમ્પસમાં આવેલી પી.કે કોટાવાલા આર્ટસ કોલેજમાં કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષી આજે બુધવારના દિવસે પાટણ શહેરના એનજીએસ કેમ્પસમાં આવેલી પી.કે કોટાવાલા આર્ટસ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને સહકાર ભારતી પાટણ જિલ્લા દ્વારા પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજનાનો લાભ મળી રહે તે હેતુથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચથી સુરક્ષિત કરવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા નવીન સહકાર મંત્રાલય અમલમાં લાવવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બુધવારના રોજ બેટી બચાવો બેટી પઢાઓ સેવાકીય કાર્યક્રમ થકી શહેરની આટૅસ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને વીમા કવચ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત કો.ઓપ.ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર હરિભાઈ પટેલ,પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો.એલ.એસ.પટેલ,સહકાર ભારતીના અધ્ય્યક્ષ જયેશભાઇ પટેલ, મહામંત્રી સંજયભાઈ ચોખાવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...