તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.માં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિનો મામલો, સમગ્ર મામલાની તપાસ ઉચ્ચ શિક્ષણ નિયામકને સોંપવામા આવી

પાટણ2 મહિનો પહેલા
 • આજે યોજાનારી બેઠક અચાનક રદ થતા વિદ્યાર્થી સંગઠનોનો હોબાળો

પાટણ યુનિવર્સિટીમાં એમબીબીએસની પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ ત્રણ વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટમાં 12 ઉત્તરવહીઓ બદલી પાસ કરવાના કથિત કૌભાંડનો લઈ ખળભળાટ મચ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રી તરફથી આ મામલે તપાસ કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ નાગરાજનની નિમણૂક કરી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિના કેસની તપાસ માટે રાજ્યના ઉચ્ચશિક્ષણ નિયામક એમ. નાગરાજન ની તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરી છે.

શિક્ષણ મંત્રીએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે વર્ષ 2018માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે બે સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી હતી. તેના દ્વારા રિ-એસેસમેન્ટની કથિત ગેરરીતિ કેસની યોગ્ય તપાસ કરી તેમાં કોણ દોષી છે અને તેમાં શું થયું છે તે અંગેના યોગ્ય રીપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા છે. આ કેસમાં કોણ કોણ દોષિત છે તેમની સામે યોગ્ય પગલાં ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ નિયામક અને આઇ.એ.એસ અધિકારી નાગરાજનની આ કેસની વિગતો સુધી પહોંચવા માટે તપાસ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.તપાસ અધિકારી નાગરાજન યુનિવર્સિટીમાં સબમીટ થયેલા રિપોર્ટમાં યોગ્ય ચકાસણી અને અભ્યાસ કરી જે કોઇ દોષી હશે તેનો રિપોર્ટ સરકારને આપશે તેમ ચુડાસમાએ ઉમેર્યુ હતું.

વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટી ખાતે ભારે હલ્લાબોલ મચાવવામાં આવ્યો
મેડીકલ પરીક્ષામાં ગેરરીતિ મામલે ગતરોજ મળેલી કારોબારીની બેઠકમાં ચોકાવનારો રીપોર્ટ રજુ કરાયો હતો. ત્યારે આ ગેરરીતિ મામલે નિર્ણય લેવા બેઠક મુલત્વી રાખવામાં આવી હતી અને આ બેઠક ગુરુવારે સવારે બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ કોઈ અનિવાર્ય સંજોગોને કારણે આ કૌભાંડને લઈ કુલપતિ તરફથી બેઠક રદ કરી દેવામા આવી હતી.જેના કારણે વિદ્યાર્થી સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો.

12 ઉત્તરવહીઓ બદલી ત્રણ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ જાહેર કરાયાનો આક્ષેપ
વર્ષ 2018માં એમબીબીએસના પ્રથમ વર્ષમાં નાપાસ થયેલા ત્રણ વિદ્યાર્થીઓએ પરીક્ષા સમયે ઉત્તરવહીઓમાં કંઈ લખાણ લખ્યું નહોતું. ત્યારે આવા વિદ્યાર્થીઓએ પુનઃમુલ્યાંકન વખતે બીજ ઉત્તરવહીઓ પાછળથી ઉમેરવા માટે મૂલ્યાંકન કરતા સંયોજકનો સંપર્ક કરી 12 ઉત્તરવહીઓ બદલી તેમને ખોટી રીતે પાસ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ કૌભાંડનો ચોંકાવનારો રીપોર્ટ બુધવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રજુ થતાં તેના નિર્ણય માટે બેઠક મુલત્વી રાખવામાં આવી હતી. ત્યારે આ બેઠક શા માટે મુલત્વી રાખવામાં આવી છે અને આ કૌભાંડ મામલે યુનિવર્સિટીનાં સત્તાધીશો સહિત કયા શિક્ષણવિદો સામેલ છે તેનો ખુલાસો કરવા બે વિદ્યાર્થી સંગઠનના આગેવાનોએ યુનિવર્સિટી ખાતે ભારે હલ્લાબોલ મચાવી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ત્યારે યુનિવર્સિટીના કૌભાંડને લઈ સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હલચલ મચી ગઈ છે.

આજે મળનારી બેઠક કોઈ અનિવાર્ય સંજોગોને કારણે મુલત્વી રાખવાનો વીસીએ આદેશ કરતાં સમિતીના સભ્યો સહિત રજીસ્ટાર પણ અસમંજસમાં મુકાઈ ગયા હતા. ત્યારે વિદ્યાર્થીઓએ આ મામલે રજીસ્ટાર સામે એમબીબીએસની પરીક્ષાના પરિણામમાં થયેલી ગેરરીતિના મુદે યુનિર્વસિટી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તો આ મુદે કારોબારી સમિતિના સભ્ય હરેશ ચૌધરીએ સમગ્ર મામલાની તપાસ કરી દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો