• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Students Rally With 100 Meter National Flag At Hemchandracharya University, The Atmosphere Of The University Is Painted In The Color Of Freedom.

હર ઘર ત્રિરંગા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ 100 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢી, યુનિવર્સિટીનું વાતાવરણ આઝાદીના રંગે રંગાયું

પાટણ2 દિવસ પહેલા
  • યુનિવર્સિટીના વહીવટીભવન ખાતેથી પ્રસ્થાન થઇ રેલી આશરે 27થી વધુ વિભાગોમાં ફરી

ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન અંગે યુવાનોમાં હર ઘર ત્રિરંગો લહેરાવવા માટે જનજાગૃતિ આવે તે હેતુથી પાટણ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે ત્રિરંગા રેલી યોજાઇ હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે.વોરાએ વહીવટી ભવન ખાતેથી ત્રિરંગા રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. આશરે 100 મીટર લાંબા ત્રિરંગા ઝંડા સાથે યોજાયેલી આ રેલી યુનિવર્સિટીના વિવિધ વિભાગોના કેમ્પસમાં કરી વિધાર્થીઓમાં હર ઘર ત્રિરંગા લહેરાવવા માટે જાગૃતિ આવે તે અંગેનો સંદેશો ફેલાવ્યો હતો.

રેલી 27થી વધુ વિભાગોમાં ફરી
આ ત્રિરંગા યાત્રામાં ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સંગીતની સુરાવલી સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતા ગીતોની સુરાવલી વહેવડાવવામાં આવી હતી.તો યુનિ ના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ આ યાત્રા માં જોડ્યા હતા. આ ત્રિરંગા યાત્રા યુનિવર્સિટીના વહીવટીભવન ખાતેથી પ્રસ્થાન થઇ આશરે 27થી વધુ વિભાગોમાં ફરી હતી. રેલીમાં જોડાયેલા તમામ રાષ્ટ્રપ્રેમી યુવાન વિધાર્થીઓ 100 મીટર લાંબા રાષ્ટ્રધ્વજની છત્રછાયામાં રેલી સ્વરુપે નીકળતા યુનિવર્સિટીનું વાતાવરણ આઝાદીના રંગે રંગાઇ ગયુ હોય તેવો નજારો જોવા મળ્યો હતો. ત્યારબાદ વહીવટીભવન ખાતે કુલપતિ, ચિરાગભાઇ પટેલ, આનંદ પટેલ સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે રાષ્ટ્રગીતના ગાન સાથે ત્રિરંગા રેલીનું સમાપન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...