વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન:પાટણની અનુસૂચિત જાતિની સરકારી કુમાર છાત્રાલયમાં ખરાબ ભોજન સહિતના મુદ્દે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી

પાટણ10 દિવસ પહેલા

પાટણ શહેરની અનુસૂચિત જાતિની સરકારી કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ ન મળતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. આ મુશ્કેલીના નિરાકરણ અર્થે સરકારી કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વખત આવેદનપત્ર આપીને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. જેથી આજે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓેએ વિરોધ પ્રદર્શન કરી પોતાની સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવે તેવી માગ સાથે મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી હતી અને ઉપવાસ પર બેઠા હતા.
વિદ્યાર્થીઓએ અનેક માગ કરી
અનુસૂચિત જાતિ સમાજની સરકારી કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલા લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભાડાના મકાનમાં ચાલતી આ છાત્રાલયમાં કોઈ અકસ્માત સર્જાય અને વિદ્યાર્થીઓનો જીવ ગુમાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે 50 લાખનો વીમો, ભાડાના મકાનમાં ચાલતી છાત્રલયને સરકારી મકાન ઉપલબ્ધ બનાવવા, વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત વર્તન કરનાર નાયબ નિયામક તેમજ અનિયમિત હાજર રહેતા વોર્ડનની બદલી કરવા, હલકી ગુણવત્તાનું ભોજન આપીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા, શિક્ષણની ગુણવત્તા સુધારવા, સ્ટેશનરી, ગણવેશ, બુટ, મોજા, સ્કોલરશીપ આપવા, સ્પોર્ટ કીટ મેડિકલ કીટ ફક્ત કાગળ પર જ છે ત્યારે હકીકતમાં આ કીટ ઉપલબ્ધ બનાવવા સહિતની રજૂઆત સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
પી ડી સરવૈયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓઓ દ્વારા રજૂઆત મળી છે કે ખરાબ ભોજન આવે છે. હું ,પણ ત્યાં અવારનવાર જઈ મુલાકત લઉં છું. હું પણ ત્યાં ભોજન પણ કરૂ છું. વિદ્યાર્થીઓની રજૂઆત છે એટલે હું આજે અમારી ભોજન ટેન્ડર માટેની મિટિંગમાં છે તેમાં જો ટેન્ડર ભાવ નક્કી થશે તો વડી કચેરીને મોકલી ટેન્ડર બદલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...