તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Students Of Self financed Colleges Will Be Able To Take Admission In Ongoing Studies If There Are Vacancies In The Grant aided Colleges

બે મોટા નિર્ણય:સેલ્ફ ફાયનાન્સ કોલેજોના વિદ્યાર્થી ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી બેઠકો પડે તો ચાલુ અભ્યાસે પ્રવેશ લઈ શકશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા છાત્રોના પ્રવેશ અંગે બે મોટા નિર્ણય
  • પરીક્ષાઓ સમયસર ન યોજાતા કોરોનાને લઈ સેમ 1 થી 4 માં એટીકેટી વાળા છાત્રોને સેમ 5 માં પ્રવેશ મળશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ માટે બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.જેમાં છાત્રોને ફી માં રાહત મળે માટે એક જ કેમ્પસમાં ગ્રાન્ટેડ કોલેજોમાં સેમ 3 અને 5 માં બેઠકો ખાલી હોય તો સેલ ફાયનાન્સ કોલેજોના છાત્રોને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.તેમજ કોરોના મહામારીને લઇ પરીક્ષાઓમાં વિલંબ થતાં 1 થી 4 સેમમાં કોઈ વિષયમાં નપાસ હોય તો પણ છાત્રોને સેમેસ્ટર 5 માં પ્રવેશ આપવામાં આવશે. આ બંને નિર્ણયથી છાત્રોને ફીમાં રાહત તેમજ પ્રવેશ લેવાની મુશ્કેલીઓ દૂર થશે.

યુનિવર્સિટી દ્વારા અગાઉ એલ.એલ.બી સહિતના અભ્યાસક્રમમાં 1 થી 4 સેમમાં કોઈપણ એક સેમમાં કે વિષયમાં પણ નપાસ હોય તો છાત્રોને સેમ 5 માં પ્રવેશ મળશે નહીં તેવો પરિપત્ર જાહેર કરાયો હતો.પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઇ પરીક્ષાઓ સમયસર ના યોજાતા છાત્રો નાપાસ વિષયની પરીક્ષા આપી પાસ ન થઈ શકતા સેમ 5 માં પ્રવેશ લેવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ બાબતે કુલપતિ સહિત ઇસી કમિટી સમક્ષ છાત્રોની રજૂઆત આવતા મહામારીને લઇ આ વર્ષે 1 થી 4 માં કોઈ પણ સેમમાં નપાસ હોવા છતાં છાત્રોને સેમ પાંચમાં પ્રવેશ આપાશે. કુલપતિએ જણાવ્યું હતું. કે નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે સુધીમાં આ અંગેનો પરિપત્ર રૂપે તમામ સંલગ્ન કોલેજોને પહોંચતો કરી અમલીકરણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવશે.

ચાલુ અભ્યાસે સેલ ફાયનાન્સમાંથી ગ્રાન્ટેડ કોલેજમાં છાત્રો પ્રવેશ લઈ શકશે
યુનિવર્સિટી દ્વારા એક જ કેમ્પસમાં આર્ટસ કોમર્સ અને સાયન્સની સેલ ફાઈનાન્સ અને ગ્રાન્ટેડ બંને જ કોલેજો આવેલ હોય ત્યારે ગ્રાન્ટેડ કોલેજોમાં સેમ 3 અને 5 માં પ્રવેશ માટેની બેઠકો ખાલી પડે તો સેલ્ફ ફાઇનાન્સમાં રહેલા છાત્રો ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ લઈ શકશે તેવો પરિપત્ર કરવામાં આવ્યો છે.જેથી સેલ ફાયનાન્સ કોલેજોના છાત્રોને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ મળતા ફી માં મોટી રાહત મળી શકે છે.તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...