પ્રાચીન વારસાની મુલાકાત:પાટણની પી.કે.કોટાવાલા આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓએ પ્રાચીન વારસાની મુલાકાત લીધી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણની પી.કે.કોટાવાલા આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગના છાત્રોએ પાટણના સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પંચાસરા જૈનમંદિર, પ્રાચીન છત્રપતેશ્વર મંદિર અને પ્રાચીન ત્રિકમ બારોટ વાવની મુલાકાત લીધી હતી.

સાહિત્યની જાળવણીના સાધનોનો પરિચય મેળવ્યો
વિદ્યાર્થીઓએ જ્ઞાન મંદિરમાં વર્ષોથી સચવાયેલા સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા તાડપત્રો, હસ્તપ્રતો, જૂના સિક્કાઓ, લેખન સામગ્રી અને આ સાહિત્યની જાળવણીના સાધનોનો માર્ગદર્શક દ્વારા પરિચય મેળવ્યો હતો. સંસ્કૃત ભાષાના કાલિદાસ, દંડી, મમ્મટ જેવા કવિઓના ગ્રંથો આ ભંડારમાં જળવાઇ રહ્યા છે. આદિ કાવ્ય રામાયણની હસ્તપ્રત પણ તેમાં જળવાઇ રહી છે. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય કૃત અનેક ગ્રંથો તેમાં ઉપલબ્ધ છે.

પ્રાધ્યાપકોએ છાત્રોને પ્રેરણા પૂરી પાડી
વિદ્યાર્થીઓએ ત્રિકમ બારોટની વાવના શિલાલેખ અંગે જાણકારી મેળવી મેળવી હતી. જેમાં સંસ્કૃત હસ્તપ્રતો, શિલાલેખોમાં જળવાયેલો પ્રાચીન વારસો, સાહિત્યને વિશ્વ ફલક પર પ્રસ્તુત કરવા સંસ્કૃત પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. પ્રાકૃત વિભાગના ડો. કે. એમ. કપાસીએ જૈન જ્ઞાન મંદિરમાં જળવાયેલા વારસાનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃત વિભાગના ડો. કે.ડી.વૈષ્ણવ, ડો. આર. એચ. પારેખ, ડો. બી.બી ચૌધરી, ડૉ..વી.સી.પટેલ અને ડૉ. ડી,ડી.પટેલ હાજર રહ્યા હતા. જેમાં 42 વિદ્યાર્થીઓ જોડાયા હતા. આચાર્ય ડૉ. લલિતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...