ગૌરવ:ઝોનકક્ષાના કલાઉત્સવમાં પાટણની બી.ડી.એસ વિધાલયના શાળાના વિધાર્થીઓ વિજેતા થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના એનસીઈઆરટી ન્યુ દિલ્લી દ્રારા પ્રેરિત ગુજરાત સરકારના જીસીઈઆરટી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણ આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતની આઝાદીમાં જીવનાં બલિદાન આપનાર તેજસ્વી પુરુષોને યાદ કરવાનો અવસર કલા ઉત્સવનું આયોજન કરવા માં આવ્યું તેમાં કંઠય સંગીત, વાદ્ય વિભાગ, ડાન્સ વિભાગ, એક પાત્રીય અભિનય,2D 3D ચિત્ર, રમકડાંસ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા યોજાઇ હતી. તેમાં પરંપરા ડાન્સ અને વાદ્ય વિભાગ બી ડી સાર્વજનિક વિધાલયના વિધાર્થીઓ જિલ્લાકક્ષા વિજેતાનો આજે પ્રદેશ કક્ષા સ્પર્ધા થઇ તેમાં ભીલ દર્શક અમરતભાઈ સ્પર્ધામાં વિજેતા થયેલ અને તે હવે પાટણ જિલ્લા નું રાજ્ય માં પ્રતિનિધિ કરશે આ તકે આયોજન વિભાગ તરફ થી ઇનામ તેમજ શિલ્ડ પ્રમાણપત્ર અર્પણ કરેલ ડૉ બી આર દેસાઈ અભિનંદન પાઠવ્યા હતા તેમને તૈયાર કરનાર શિક્ષક ઓધારભાઈ દેસાઈ અને કમલા બેન દેસાઈ અને પણ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...