વિદ્યાર્થીઓ ઝળક્યા:પાટણના એમ.એન.સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ સાત ગુજરાત બટાલીયન એન.સી.સી કેમ્પની વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીત્યા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાત ગુજરાત બટાલીયન એનસીસી મહેસાણા દ્વારા બી અને સી સર્ટીફિકેટના વિદ્યાર્થીઓનો કેમ્પ યુનિવર્સિટીમાં યોજાયો હતો. જેમાં સાત ગુજરાત બટાલીયન એમ.એન.સાયન્સ કોલેજ પાટણના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને કોલેજને ગૌરવ અપાવ્યું હતું. જેમાં અંડર ઓફિસર સાક્ષી નાયી દ્વારા સોલો સોંગમાં ગોલ્ડ, બેસ્ટ ટર્ન આઉટમાં સિલ્વર અને 200 મીટર સ્પ્રિન્ટમાં સિલ્વર મેળવ્યો હતો.

વિવિધ વિદ્યાર્થીઓએ ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યાં
પ્રજાપતિ ફોરમ દ્વારા ક્લાસીકલ ડાન્સમાં ગોલ્ડ, ઠાકોર સિદ્ધી દ્વારા ફાયરીંગમાં સિલ્વર, પટેલ ગોપી દ્વારા સોલો યોગા ડાન્સમાં ગોલ્ડ, અંડર ઓફિસર મહેશ જોષી દ્વારા વોલીબોલમાં ગોલ્ડ બેસ્ટ કેડેટમાં સિલ્વર, મનોજ ચૌહાણ દ્વારા ડીસીપ્લીનમાં સિલ્વર, સોવન રાઠોડ દ્વારા ફાયરીંગમાં સિલ્વર તેમજ બહેનોની ખો-ખોમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
સારા પરફોર્મન્સ માટે કેડરોને અભિનંદન પાઠવ્યાં
કેપ્ટન એલ.એસ.ભુતડીયાના જણાવ્યા અનુસાર કોલેજના પ્રિ.પી.જે.વ્યાસ અને કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલી દ્વારા સારા પરફોર્મન્સ માટે કેડરોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...