તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોફ્ટવેરની ટેકનિકલ ખામી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના છાત્રોએ ઓનલાઈન પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરતાં પરીક્ષા વિભાગે તપાસ શરૂ કરી, રિપોર્ટ મંગાવ્યો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં છબરડા બહાર આવી રહ્યા છે. જેમાં વધુ એક સોફ્ટવેરની ભૂલના કારણે છાત્રોના ભવિષ્ય બગડે તેવો ગંભીર છબરડો બહાર આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવી પરિણામ શૂન્ય આપી નપાસ કરવામાં આવ્યા છે. અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ બાબતે અલગ અલગ વિદ્યાર્થીઓ આવી રજૂઆત કરતાં પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

યુનિવર્સિટી દ્વારા માર્ચ -જૂન 2021 ની ઓનલાઇન પરીક્ષામાં સોફ્ટવેર ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવા છતાં તેમની હાજરી ન નોંધાઇ ગેરહાજરી નોંધાતા તમામ વિષયોમાં 0 ગુણ મળતા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરીક્ષા વિભાગ દ્વારા પરિણામો જાહેર કરતાં છેલ્લા પંદર દિવસથી બીએસસી અને બીકોમ જેવા વિવિધ અલગ-અલગ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવા છતાં તેઓની ગેરહાજરી બતાવી નપાસ કરવામાં આવ્યા હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે. સોફ્ટવેરની ભૂલના કારણે વિદ્યાર્થીઓને ભોગવાનો વારો આવતા યુનિવર્સિટી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...