તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંકડામાં વિસંગતતા:પાટણ આદર્શ સ્કૂલમાં છાત્રો, સ્ટાફ મળી 25 સહિત 39 કેસ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પ્રાંત અધિકારીએ શાળા સેનેટાઈઝ કરવા પાલિકાને સૂચના આપી, 28 માર્ચે યોજાનાર સ્ટેટ રિસોર્સ પસંદગી પરીક્ષાનું સ્થળ બી.ડી હાઈસ્કૂલમાં રાખવા પરિપત્ર કરાયો
 • શાળા કહે છે બોયઝ હોસ્ટેલમાં 7, ગર્લ્સ હોસ્ટેલમાં 3થી 4 અને જિલ્લા સ્પોર્ટ સ્કૂલના 7 મળી 25ને કોરોના, તંત્ર કહે છે 3 છાત્ર પોઝિટિવ

જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસમાં ગુરુવારે માર્ચ માસમાં સૌથી વધુ 39 કેસ મળ્યા છે. જેમાં પાટણ આદર્શ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ થયા છે. ઘણાં લાંબા અંતરાલ બાદ અને જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત મળી આવતા લોકડાઉનના બરાબર એક વર્ષે ફરી એકવાર કોરોનાનો ખૌફ પેદા થયો છે.

આદર્શ સ્કૂલના હોસ્ટેલ સંચાલકના જણાવ્યા મુજબ ગુરુવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બોયઝ હોસ્ટેલમાં 7, ગર્લ્સ હોસ્ટેલમાં 3થી 4 અને જિલ્લા સ્પોર્ટ સ્કૂલના 7 મળી 25 જેટલા વિદ્યાર્થીઓને પોઝિટિવ કોરોના જણાતા તેમને મેડિસિનની કીટ આપવામાં આવી છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે ઘરે મોકલી આપવામાં આવ્યા છે જોકે શાળા સૂત્રો પાસેથી મળેલા આંકડાને તંત્ર દ્વારા સમર્થન મળ્યું નથી

જિલ્લામાં ગુરુવારે પાટણ તાલુકામાં 19, ચાણસ્મા તાલુકામાં આઠ અને સાંતલપુર તાલુકામાં છ કેસ નોંધાયા હતા. આ સિવાય સિદ્ધપુર તાલુકામાં ત્રણ, હારીજ રાધનપુર અને શંખેશ્વર તાલુકામાં એક એક કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 4376 થવા પામી છે. આદર્શ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી પોઝિટિવ થયા છે, તેઓ હોમ ક્વોરંટાઈન છે તેવુ શાળાના આચાર્યએ જણાવ્યું હતું.

પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે શાળામાં કેસ આવતા શાળામાં સેનેટરાઈઝેશન કરવાની કામગીરી પાલિકા મારફતે શરૂ કરાવી છે અને હોસ્ટેલ પણ બંધ કરવા સૂચના અપાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલમાં 28 માર્ચે યોજાનાર સ્ટેટ રિસોર્સ પસંદગી પરીક્ષાનું સ્થળ આદર્શ વિદ્યાલયના બદલે બી.ડી હાઈસ્કૂલમાં રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો