ભૂખ હડતાળ:બી.એ-બી.કોમ સેમ- 5ની ઓનલાઈન પરીક્ષા લેવાની માંગ સાથે વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહીવટી ભવન બહાર 50 જેટલા છાત્રો ભુખ હડતાલ પર ઉતર્યા હતા. - Divya Bhaskar
વહીવટી ભવન બહાર 50 જેટલા છાત્રો ભુખ હડતાલ પર ઉતર્યા હતા.
  • કુલપતિને બે વાર રજુઆત કરવા છતાં પણ નિર્ણન ન લેવાતાં આંદોલન છેડ્યું
  • વિદ્યાર્થીઓમાં કોરોનાનો ભય, પરીક્ષા કેન્દ્ર સુધી જવાની પણ સમસ્યાના અનેક સવાલ ઉઠ્યા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બી.એ, બી.કોમના સેમિસ્ટર - 5 ની ઓફલાઈનના બદલે ઓનલાઇન જ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ સાથે સોમવારે વહીવટી ભવન બહાર 50 જેટલા છાત્રો ભુખ હડતાલ પર ઉતર્યા હતા. કુલપતિ દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા છાત્રોમાં રોષ જોવા મળ્યો હતો. યુનિવર્સિટી દ્વારા કોરોનાને લઇ પ્રથમવાર ઓફલાઈનની સાથે ઓનલાઇન પરીક્ષાઓ લેવાનો નિર્ણય લઇ પરીક્ષાઓ બે ભાગમાં વહેંચીને લેવામાં આવી રહી છે. માર્ચ જુનની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે દિવાળી બાદ ઓક્ટોબર ડિસેમ્બરની પરીક્ષાઓમાં યુનિવર્સીટી દ્વારા ઓફલાઈન અને ઓનલાઇન લેવામાં આવનાર છે.

ત્યારે સ્નાતક કક્ષામાં બી.એ અને બી.કોમમાં સૌથી વધુ સંખ્યા હોઈ કેટલાક સેમિસ્ટરોની પરીક્ષા ઓનલાઇન અન્ય સેમિસ્ટરોની ઓફલાઈન એ રીતે લેવામાં આવનાર હોઈ બી.એ અને બી.કોમ સેમ 5ની ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવનાર હોઈ હાલમાં વધતા કેસોને લઇ સંક્રમિત થવાનો ભય ઉપરાંત કોલેજો બંધ હોઈ બધા છાત્રો ઘરે ફક્ત પરીક્ષા માટે જ કોલેજોમાં આવવાની ફરજ પડશે ઉપરાંત તેમને રહેવા અને ખાવાની મુશ્કેલીઓ ઉભી થશે જેવી સમસ્યાઓ દર્શાવી વિદ્યાર્થીઓ ભુખ હડતાળ પર ઉતર્યા છે.

અન્ય સમાચારો પણ છે...