ગૌરવ:પાટણના છાત્રોએ વિદેશમાં ભારતીય સંગીતની રમઝટ બોલાવી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ફ્રાન્સ-યુરોપની ધરતી ઉપર દેશનું નામ રોશન કર્યું

પાટણની સુપ્રસિધ્ધ હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના સાત વિદ્યાર્થીઓએ 7થી 21 જુલાઇ દરમ્યાન ફ્રાન્સ-યુરોપ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં 15 દેશોના કલાકારોએ પોતાના દેશની કલાની પ્રસ્તુતિ કરી હતી. જેમાં ભારતીય સંગીતની પ્રસ્તુતિ ખૂબ જ છવાઈ હતી. તેનાથી ખુશ થઈને ફ્રાંસના ડિજોન શહેરના મેયરે ભારતીય ટીમને વિશેષ પાર્ટી આપી હતી. ગર્વની વાત એ હતી કે ડિજોન શહેરના મુખ્ય ચર્ચની વિશેષ પ્રાર્થનામાં ભારતીય વિચારધારા અને સંગીતની વિશેષ તક આપવામાં આવી હતી.

જેમાં હ્રીં ધ્વનિ સંગીત મહાવિધ્યાલયના વિધ્યાર્થી પાર્થ જોશી દ્વારા ‘વાસુધૈવ કુટુંબકમ’ પર વક્તવ્ય અને ડો. સમ્યક પારેખ દ્વારા ભારતીય પ્રાર્થના પ્રસ્તુત કરતાં ચર્ચના વિશેષ પાદરી અને સમગ્ર શ્રોતાઓ દ્વારા પ્રાર્થના પૂરી થયા બાદ વિશેષ આભાર માનતા તાલીઓથી સન્માનિત કર્યા હતા અને ભારતીય વિચારધારા અને સંસ્કૃતિના વખાણ કરીને ગૌરવ વધાર્યું હતું. આ ફેસ્ટિવલમાં મેયર દ્વારા દરેક કલાકારોને સર્ટિફિકેટ અને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...