તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ઓનલાઇન પરીક્ષામાં છાત્રોને પ્રશ્ન ટીક કર્યા બાદ ભૂલ સુધારવાની તક મળતી નથી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુની.ના78 હજાર છાત્રોની બીજા તબક્કાની પરીક્ષાઓ 19 જૂનથી શરૂ થશે
  • પ્રશ્નપત્રમાં એક વાર જવાબ ટીક થઇ ગયા બાદ ફરી બદલી શકાતો ન હોઇ ગુણ ઓછા આવવાનો ભય

યુનિવર્સિટી દ્વારા સ્નાતકમાં સેમ 1 ના 16000 છાત્રોની 17 અભ્યાસક્રમની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. ત્યારે બીજા તબક્કામાં બી.એ સેમ -1 અને 3 , એમ.એ, એમ.કોમ જેવી 24 પરીક્ષાઓ 19 જુલાઈથી શરૂ થઇ રહી છે.જે પૂર્વે છાત્રોને ઓનલાઇન પરીક્ષાના માર્ગદર્શન માટે ગુરુ અને શુક્રવાર મૉકટૅસ્ટ લેવાઈ રહ્યા છે. ત્યારે ઓનલાઇન પરીક્ષામાં 70 ગુણના પેપરમાં 50 પ્રશ્નો એમસીક્યું પૂછવામાં આવે છે. જેમાંથી 35 પ્રશ્નો ફરજીયાત ટીક કરી જવાબો આપવાના હોય છે.

ત્યારે છાત્રોના અભિપ્રાય જાણતા કોઈપણ પ્રશ્ન વાંચી તેમાંથી નીચે આપેલા જવાબનો એકવાર ભૂલથી પણ ટીક થઇ જાય તો બદલી શકતા નથી.તેમજ ફરી એ પ્રશ્ન ખૂલતો પણ નથી. જેથી ભૂલ સુધારવાની તક આપવામાં ન આવતા માર્કિંગ ઓછું આવવાનો ભય રહે છે. જો પ્રશ્નોના જવાબમાતક આપે તો કોઈપણ છાત્રને ભૂલ થાય તો સુધારી તેઓ સાચો જવાબ લખી શકે છે.

છાત્રોએ વિચારીને જ પ્રશ્નનો જવાબ લખવા : નિયામક
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પરીક્ષા સ્ટાર્ટ થાય એટલે તમામ પ્રશ્નો જોઈ શકશે.વાંચી શકશે પરંતુ એકવાર પ્રશ્નનો જવાબ ટીક કર્યા પછી ફરી બદલી શકતો નથી.જેથી દરેક વિદ્યાર્થીઓને સાચો જવાબ લાગે પછી જ ટીક કરવું એકવાર જવાબ આપ્યા બાદ બદલી શકાતો નથી.

અન્ય સમાચારો પણ છે...