હાલાકી:સરસ્વતી તાલુકાના સાંપ્રા રૂટમાં નવી એસટી બસ શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગણી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસલપુરથી વાયા ઉંદરા,પાટણ બસમાં સવારે ભીડ હોવાથી છાત્રો અને મુસાફરોને બસમાં લેવાતાં નથી,સમયસર પહોંચવા ખાનગી વાહનોમાં બેસવા મજબૂર બન્યા

સરસ્વતી તાલુકાના સરિયદ, સાંપ્રા રૂટમાં એસટી બસના અભાવે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સરસ્વતી તાલુકાના સરિયદ, સાંપ્રા વોળાવી હાઈવે પર સવારે 8:30 કલાકે કસલપુરથી વાયા ઉંદરા પાટણ એસટી બસ નીકળે છે.

ત્યારે સાંપ્રા બસસ્ટેશન 8:30 કલાકે આવે ત્યારે ઘેટાંબકરાંની જેમ મુસાફરો ખીચોખીચ ભરેલ હોવાથી વિદ્યાર્થીઓ બસમાં બેસી શકતા નથી જેથી સાંપ્રા, સરિયદ, વોળાવી, જામઠા અને ખલીપુર રૂટના વિધાથીઓ અને મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરી શાળા કોલેજોમાં સમયસર પહોંચવું પડે છે. જો ટુંક સમયમાં એસટી બસ શરૂ કરવામાં નહી આવે તો મુસાફરો સાથે એસટી ડેપો મથકે ભુખ હડતાલ પર ઉતરીશુ તેવી ચિમકી ઉચ્ચારી છે.

સાંપ્રા ગામના યુવા અગ્રણી વિક્રમસિંહ વાઘેલાએ જણાવ્યુંકે કોરાના પહેલા પાટણ-મહાદેવપુરા-સાંપ્રા એસટી બસ સેવા ચાલુ તેવી લેખિતમાં અને મૌખિકમાં એસટી બસ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.તેવુ જણાવ્યું હતું.

જામઠાના કોલેજ વિધાર્થી રાહુલજી ઠાકોરે જણાવ્યું કે શાળા કોલેજના સમયે એસટી બસ શરૂ કરવા અને જે ઉંદરા તરફથી એસટી બસ વોળાવીથી કાંસા ત્રણ રસ્તાથી પાટણ શિહોરી હાઈવે જાય છે તે જામઠા- ઓઢવા વાયા ખલીપુર-પાટણ થઈને એસટી બસના રૂટ ચાલુ કરવા આવે તો વિસ્તારના વિધાથીઓને બસનો લાભ મળી શકે તેવું જણાવ્યું હતું. કોલેજની વિદ્યાર્થિની સુરેખાબેન ઠાકોરે જણાવ્યું કે કસલપુર એસટી બસ સવારે ઉંદરા આવે છે તે પણ ખીચોખીચ પેસેન્જરોથી ભરેલી હોવાથી એસટી બસના અભાવે સમયસર કોલેજે પહોંચી શકતા નથી તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...