હાલાકી:યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન હેલ્પલાઇન સેન્ટરના નંબરો પર સંપર્ક ન થતાં છાત્રો અને સંચાલકો અટવાઈ પડે છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રજિસ્ટ્રાર સમક્ષ બેસીને જ હેલ્પલાઇન સેન્ટરમાં ફોન કર્યા એક પણ નંબર ઉપર સંપર્ક થઇ શક્યો નહી
  • પરીક્ષા વિભાગે મદદ માટે જાહેર કરેલા ત્રણેય હેલ્પલાઇન નંબરો કાર્યક્ષેત્ર બહાર

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સેમ 3 ની પરીક્ષાઓ 31 મે થી શરૂ થવા પામી છે. પરીક્ષા દરમિયાન છાત્રો તેમ જ પરીક્ષા સેન્ટર મુશ્કેલી કે સમસ્યા દરમિયાન માર્ગદર્શન કે મદદ માટે પરીક્ષા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન સેન્ટર ના ત્રણે નંબર નેટવર્ક કનેક્ટિવિટીને કારણે બંધ આવતાં છાત્રો તેમજ સંચાલકોને ઝડપથી સંપર્ક ન થતાં અટવાઈ રહ્યા છે.સત્વરે સમસ્યા હલ કરી હેલ્પલાઇન નંબર પરીક્ષા દરમિયાન સતત ચાલુ રહે તેવી છાત્રો તેમજ સંચાલકો માંગ કરી રહ્યા છે.

યુનિવર્સિટીની પરીક્ષા માં મદદ માટે યુનિવર્સિટી કેમ્પસમાં જ પરીક્ષા વિભાગ દ્વારા હેલ્પ લાઇન સેન્ટર શરૂ કરી વાતચીત માટે 3 સંપર્ક નંબર તેમજ મેસેજ માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છેપરંતુ .

ગુરુવાર બાદ બીજા દીવસે શુક્રવારે પણ પરીક્ષા દરમિયાન ત્રણેય સંપર્ક નંબરો નેટવર્ક બહાર બોલતા હોય વિદ્યાર્થીઓને તાત્કાલિક સંપર્ક થઈ શકતા ન હોય છાત્રો દ્વારા દીવ્ય ભાસ્કરને ટેલિફોનીક જાણ કરતા દિવ્ય ભાસ્કર દ્વારા ચાલુ પરીક્ષા દરમ્યાન બપોરે 12:30 વાગે ખાત્રી માટે હેલ્પ સેન્ટરમાં ફાળવેલા પ્રથમ 94085 67756 બીજો 94085 67403 ત્રીજો 94085067402 ત્રણે નંબર ઉપર વારાફરથી કેમ્પસમાં રજીસ્ટ્રાર સમક્ષ બેસીને ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ એક પણ નંબર ઉપર સંપર્ક થઇ શકયો ન હતો.

કેમ્પસમાં નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યા : રજિસ્ટ્રાર
આ બાબતે રજિસ્ટ્રાર આર.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે હેલ્પલાઇન સેન્ટર નંબર ચાલુ છે પરંતુ બીએસએનએલમાં નંબર હોય નેટવર્ક કનેક્ટિવિટીનો પ્રશ્ન હોવાનું ધ્યાને આવ્યુ છે.રોજનાં 25થી વધુ વિદ્યાર્થીઓ ફોન આવે છે. તેમને યોગ્ય માર્ગદર્શન અપાય રહ્યો છે. આ બાબત ધ્યાનમાં લઇ તમામ નંબરો યોગ્ય રીતે ચાલુ રહે તે માટે કો-ઓર્ડિનેશન કરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે.

3થી 4 વાર ટ્રાય કરવો પડે છે, પરીક્ષામાં સમય પણ વેડફાય છે
એક કોલેજના સંચાલકે નામ ના આપવાની શરતે જણાવ્યું કે પરીક્ષા દરમિયાન ક્ષતિઓ તેમજ છાત્રોની રજૂઆતો હોય છે.જેમાં બાબતે હેલ્પલાઇન સેન્ટરમાં ફોન કરીને જાણ કરવાનો તેમજ માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ છેલ્લા 2 દિવસથી હેલ્પલાઇન સેન્ટર ફોન લાગી રહ્યા નથી. એકના એક નંબર ઉપર 4થી 5 વાર ટ્રાય કરીએ ત્યારે ત્યારે ફોન લાગે છે.ઈમરજન્સી સંપર્ક ન થતા સમય વેડફાય છે અને વિદ્યાર્થીઓ અટવાઈ પડે છે.

અન્ય સમાચારો પણ છે...