તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ત્રણ ટેબલેટ આપવાની માંગ સાથે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેબલેટ આપવા અથવા વ્યાજ સાથે છાત્રોના પૈસા પાછા આપવા માંગ કરાઇ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના છાત્રોને છેલ્લા દોઢ વર્ષથી પૈસા ભર્યા બાદ પણ ટેબલેટ ન મળતા બુધવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ટેબલેટ આપવા અથવા વ્યાજ સાથે છાત્રોના પૈસા પાછા આપવા કુલપતિ ચેંબર બહાર પ્રતીક ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં નમો ટેબલેટ યોજના અંતર્ગત એક હજાર રૂપિયામાં છાત્રોને ટેબલેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ગત વર્ષે 2019-20માં છાત્રો પાસેથી એક એક હજાર રૂપિયા ટેબલેટ માટે લીધા બાદ દોઢ વર્ષથી છાત્રોને ટેબલેટ આપવામાં ન આવતા ગત સોમવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ છાત્રો સાથે મળી વહીવટી ભવન આગળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન બાદ એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કુલપતિ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બુધવારે ફરી સમિતિ દ્વારા આ બાબતે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ આપવા માટે આવ્યા હતા પરંતુ કુલપતિ હાજર ના હોય ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન કરી સત્વરે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા અથવા તેમના પૈસા પરત આપવા માટે ની માંગ સાથે પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...