સુવિધા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ખેડબ્રહ્મા કેમ્પસના વડાલીમાં સ્ટુડન્ટ ફેસીલીટી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પી.જી.કક્ષાના અભ્યાસક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો
  • આગામી નવીન સત્રથી ઓર્ગેનીક ફાર્મર રીસર્ચ સેન્ટર શરુ કરવામાં આવશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારે શિક્ષણના આયામો સર કરવા માટે ફાળવેલી કરોડો રૂપિયાની ગ્રાંટમાંથી યુનિવર્સિટી સંલગ્ન સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા કેમ્પસના વડાલીમાં સ્ટુડન્ટ ફેસીલીટી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.જેમાં પી.જી.કક્ષાના અભ્યાસક્રમોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ જિલ્લાની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ઉત્તરોત્તર શિક્ષણના નવા આયામો શરુ કરવામાં આવી રહ્યા છે.જે અનુસંધાને સાબરકાંઠાના ખેડબ્રહ્મા કેમ્પસમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 100 એકર જમીનમાં વડાલી સ્ટુડન્ટ ફેસીલીટી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીની સ્વભંડોળની ગ્રાંટમાંથી 65 લાખના ખર્ચે આ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાલી ખાતે કાર્યરત કરાયેલ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના આ સેન્ટરમાં હાલમાં એમએસસી, કેમેસ્ટ્રી સેમ.1નો અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબકકામાં 60 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ સેન્ટરમાં એમએસસી કેમેસ્ટ્રીના સેમ.1ના અભ્યાસક્રમમાં એક પ્રોફેસરની હંગામી ધોરણે નિમણૂંક કરવામાં આવી છે. જયારે તેના વહીવટી કામ માટે ત્રણ કલાર્ક, એક કોમ્પ્યુટર ઓપરેટર, અને એક પ્લેનની પણ નિમણૂંક કરવામાં આવી છે.આ બિલ્ડીંગમાં બે કલાસરુમ, એક કલાર્કરૂમ, એક સ્ટોરરૂમ અને એક એચઓડીનું કાર્યાલય સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યું છે.તો આ કેમ્પસમાં કમ્પાઉન્ડ વોલની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે આગામી સમયમાં નવીન સત્રથી ઓર્ગેનીક ફાર્મર રીસર્ચ સેન્ટર શરુ કરવા માટે સરકારે રૂપિયા 6 કરોડ 48 લાખની ગ્રાંટ મંજુર કરી છે જેના બાંધકામ માટે આગામી સમયમાં કમીટીમાં ગ્રાફ તૈયાર કરી ઓનલાઇન ટેન્ડર મંજુર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...