વિરોધ:બહારથી આવતી ટ્રકોને એસો.એ દંડ આપતાં વેપારીઓની હડતાળ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ માર્કેટયાર્ડમાં વેપારીઓએ ખરીદી અટકાવી
  • બંને એસોસિએશન વચ્ચે સમાધાન ​​​​​​​થતાં આજથી ખરીદી થશે

પાટણ માર્કેટયાર્ડમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બહારથી આવતી ટ્રકોને દંડ આપવામાં આવતા વેપારી અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે વિવાદ સર્જાતા બુધવારે વેપારી એસોસિએશને ખેત પેદાશોની અચોક્કસ મુદત માટે ખરીદી બંધ કરી દીધી હતી. જેને પગલે ગંજ બજારમાં એક જ દિવસમાં ખેત પેદાશની ખરીદીનું અંદાજે રૂપિયા બે કરોડનું ટનઓવર અટક્યું હતું. જોકે સાંજે મામલો થાળે પડતાં ગુરુવારથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.

આ મામલે ટ્રક એસોસિએશનના પ્રમુખ કિરણ જોશી અને જયરામ દેસાઈએ જણાવ્યું હતું કે પાટણ માર્કેટયાર્ડમાં ટ્રક એસોસિએશનની 120 ટ્રકો છે. 8 માર્ચે વેપારી એસોસિએશન અને ટ્રક એસોસિએશનની બેઠકમાં ટ્રકોનું ભાડું નક્કી કરવામાં આવ્યુ હતું. છતાં ઓછા ભાડાથી બહારની ટ્રકોમાં ખેતપેદાશો ભરાવી ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જિસકા માલ ઉષકા હમાલના નિયમનો ભંગ કરવાની વેપારીઓએ કોશિશ કરી છે. પરંતુ અમારી લડત વેપારીઓ સાથે નહીં બહારથી આવતી ટ્રકો વાળા સાથે હતી.

અન્ય સમાચારો પણ છે...