આ સમસ્યા ક્યારે દૂર થશે?:પાટણમાં રખડતા ઢોરનો આતંક યથાવત, વધુ બે લોકોને અડફેટે લઈ ઈજા પહોંચાડી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખલા ની અડફેટે માસુમ ને સામાન્ય ઈજાઓ જ્યારે યુવતી નો કાંઠલો ભાગ્યો
  • રખડતાં ઢોરો નાં માલિકો સહિત પાલિકા તંત્ર સામે લોકોમાં આક્રોશ

પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટ અને શહેરીજનોની સુખાકારી નાં કામો પ્રત્યે નિષ્ક્રિયતા નો ભોગ શહેરની પ્રબુધ્ધ પ્રજા વારંવાર બની રહી છે છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માંથી બહાર આવવાનું નામ લેતી નથી ત્યારે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા પણ યથાવત રહેવા પામી છે જેનો ભોગ પણ નિદોર્ષ લોકો અવાર નવાર બની રહ્યા છે.

રવિવારના રોજ શહેરના પદમનાભ ચાર રસ્તા પાસે કેનાલમાં ગણેશ વિસર્જન માટે આવેલા શહેરના ગાયત્રી દશૅન ફ્લેટમાં રહેતી મિતલ નામની માસુમ બાળકી અને ખુશીબેન નામની યુવતી ને રોડ પર રખડતા આખલાઓ એ હડફેટે લઈ રોડ પર પછાડતા આજુબાજુના લોકો એ દોડી આવી બન્ને આખલાના વધુ માર માંથી છોડાવી તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મિતલ નામની 6 વષૅ ની બાળકી ને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જ્યારે ખુશી નામની યુવતી નો છાતી નાં ભાગનો કાઠલો તુટી ગયો હોવાનું જણાવ્યું હતું.

પાટણ શહેર નાં મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત હાઈવે માર્ગ પર અડિંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરો નો શિકાર પાટણના પ્રબુધ્ધ નગરજનો બની રહ્યા હોવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા આ રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા કોઈ જ પ્રકારની કામગીરી હાથ ન ધરતા લોકો માં રખડતા ઢોરો નાં માલિકો સહિત પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...