તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Stinking Water Road Turns Again On The Underground Sewer Emerging Road Near Subhash Chowk In Patan, Fear Of Epidemic Among Locals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોને સમસ્યા:પાટણના સુભાષ ચોક પાસે ભૂગર્ભ ગટર ઉભરતા રોડ પર દુર્ગંધ મારતું પાણી રોડ ફરી વળ્યું, સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
દુર્ગંધ મારતું પાણી માર્ગો પર - Divya Bhaskar
દુર્ગંધ મારતું પાણી માર્ગો પર
 • સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરાઇ પણ પરિણામ શુન્ય
 • દર ત્રીજા દિવસે ગટર ઉભરાય છે પણ તેનો કાયમી નિકાલ નથી આવતો

પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરો ચોકઅપ થઈ ગયા બાદ ઉભરાવવાની સમસ્યા તંત્ર દ્વારા આજ દિન સુધી કોઇ ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે શહેરના સુભાષ ચોક નજીક પમ્પિંગ સ્ટેશનના નજીકના ચાર રસ્તા પાસે આંતરે દિવસે ભૂગર્ભ ગટરની મુખ્ય ચેમ્બર વારંવાર બ્લોક થઈ જતા તેમાંથી દુર્ગંધ મારતું પાણી ચારે તરફ રેલાઈ રહ્યું છે જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારી, વાહન ચલકો અને આસપાસના રહીશોમાં રોગચાળો થવાની સંભાવના સેવાઈ રહી છે.

પાલિકભૂગર્ભ શાખાના એન્જિનિયર આ સમસ્યાનું હાલ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. આજ દિન સુધી અનેક વાર કારણ શોધવા તંત્રના કર્મચારીઓ પણ નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ ચેમ્બર ચોકઅપ થઇ જતાં તેનું દુર્ગંધ મારતું પાણી માર્ગો પર રેલાઈ રહ્યું છે.

આ સમસ્યા દૂર કરવા માટે લોકોએ અનેક રજૂઆતો બાદ પણ નગરપાલિકાની ઉંઘ ઊડતી નથી. છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલી સમસ્યા સામે સ્થાનિક રહીશો પણ તંત્ર સામે નારાજગી વર્ષાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો