તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:જે શાળામાં પરીક્ષા કેન્દ્ર નહીં હોય ત્યાં ધો-12ના વિદ્યાર્થીઓને ભણાવાશે

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા પૂર્વે પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉભા  રાખવા ગોળ રાઉન્ડ દોરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
પાટણમાં ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા પૂર્વે પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉભા રાખવા ગોળ રાઉન્ડ દોરવામાં આવ્યા હતા.
  • જિલ્લામાં ધોરણ-10 અને 12ના 15906 રિપીટર વિદ્યાર્થીઓની પાટણ અને હારીજ બે ઝોનમાં 70 બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાશે
  • આજે વાલીઓના સંમતીપત્ર સાથે અભ્યાસ માટે જિલ્લાની શાળામાં ધોરણ- 12 તેમજ કોલેજમાં સેમ-5 ના વિદ્યાર્થીઓ જ અભ્યાસ માટે આવશે

રાજ્ય સરકાર દ્વારા 15 જુલાઈથી શાળા - કોલેજો શરૂ કરવા માટે જાહેરાત કરાતાં પાટણમાં ધોરણ 10 -12ની રિપીટરની પરીક્ષાઓ તેમજ કોલેજોમાં પણ ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થતી હોઈ જે શાળા-કોલેજોમાં પરીક્ષાઓ નહીં હોય તે શરૂ થશે. જેમાં વાલીઓના સંમતિપત્ર બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. શાળાઓ દ્વારા ઓડી સિસ્ટમમાં વર્ગખંડો શરૂ કરવામાં આવનાર છે. જેમાં 50 ટકા બેઠક વ્યવસ્થા પ્રમાણે સંખ્યાની વહેચણી કરીને ઓફલાઈન અભ્યાસ કરવામાં આવશે.પાટણ જિલ્લામાં ફક્ત ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ તેમજ કોલેજો શરૂ કરવામાં આવનાર છે.

પરંતુ જિલ્લામાં ધોરણ-10 અને 12ના 15906 વિદ્યાર્થીઓની પાટણ અને હારીજ બે ઝોનમાં 70 બિલ્ડિંગોમાં પરીક્ષા યોજાનાર છે. જિલ્લાના શહેર કક્ષાના ઝોન ફાળવવામાં આવ્યા હોઈ ધોરણ 12ની શહેરમાં શાળાઓ બંધ રહેશે. જિલ્લામાં જે શાળાઓમાં પરીક્ષા સેન્ટર નહીં ફાળવવામાં આવ્યા હોય તેવી શાળાઓમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવનાર છે. કોલેજોમાં પણ સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્ર સ્પષ્ટતા વગરનો મળતાં કોલેજો મૂંઝવણમાં હોવા છતાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાની તૈયારી બતાવી છે. પરંતુ કોલેજોમાં પણ હાલ નવા સેમ-1ના પ્રવેશ થયા ન હોઈ અને અન્ય સેમના છાત્રોની પરીક્ષાઓ શરૂ છે.

શાળા કોલેજો શરૂ થાય તે સારું પરંતુ સુરક્ષા માટે એસ.ઓ.પીનું ચુસ્ત પાલન જરૂરી : વાલીઓ
પાટણમાં વિદ્યાર્થીઓના વાલી ભાવેશભાઈ, રેખાબેન, સ્વપ્નિલભાઈ, પ્રવીણભાઈ શહીત સાત જેટલા વાલીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તમામે પોતાના બાળકોની સુરક્ષા માટે સલામતીની અપેક્ષા સાથે શાળા-કોલેજોમાં પરીક્ષાઓ અને અભ્યાસક્રમ શરૂ થાય છે તે સારી બાબત છે તેવું જણાવી સરકારની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓના અભ્યાસક્રમોમાં શાળા-કોલેજોમાં એઓપીનું ચુસ્ત પાલન થાય તો જ બાળકોની સુરક્ષા જળવાશે તેવું જણાવ્યું હતું.

સંમતિપત્ર સાથે જ શાળામાં પ્રવેશ અપાશે : શિક્ષણાધિકારી
જિલ્લા શિક્ષણાધિકારી જયરામ જોષીએ જણાવ્યું હતું કે શાળા અને કોલેજોમાં સરકાર દ્વારા જાહેર કરેલ એસઓપી પ્રમાણે જ ઓડી સિસ્ટમથી શિક્ષણકાર્ય શરૂ કરવા માટે સૂચનાઓ અપાઇ છે. જિલ્લાની કુલ 261 શાળાઓ છે. જેમાં જે શાળામાં પરીક્ષા સેન્ટર હશે તે બંધ રહેશે. વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સમંતિપત્ર ફરજિયાત લઈને આવવું પડશે તેવી શરત રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...