તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણીની તૈયારી:જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને પાટણના ઓતિયા પરિવાર દ્વારા રાધાકૃષ્ણ, બાલકૃષ્ણની મૂર્તિઓ તૈયાર કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ઓતિયા પરિવાર વર્ષોથી મૂર્તિ બનાવે છે

ચોસઠ કલાનો જાણકાર ગોવિંદ ગિરધારી બાળગોપાળનો કાનો અને વૈષ્ણવના લાલા તરીકે પૂજનીય ધરણીધર ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટયના ઉત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય ના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહયા છે.

ત્યારે પાટણના મૂર્તિ કલાકારો રાધાકૃષ્ણની વિભિન્ન મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે . પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં વદ પાંચમથી નોમ સુધી પાંચ સંપુટોના તહેવારોની શરૂઆત થાય છે.પાટણમાં દરેક ધાર્મિક ઉત્સવોની વિશેષ ઉજવણી કરવામાં આવે છે . એક તરફ શ્રાવણ માસમાં શિવ મહિમાની ભક્તિમાં શિવઉપાસકો ઓતપ્રોત બન્યા છે .

તો બીજી તરફ શ્રીકૃષ્ણનો જન્મના વધામણા એટલે કે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ શહેરમાં અનેક વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે . ભગવાનના પ્રાગટ્યના પાવન દિવસે ઘર મંદિરોમાં રાધાકૃષ્ણ અને ભગવાનના બાલ સ્વરૂપની વિવિધ મૂર્તિઓ લાવી તેની પૂજા - અર્ચના કરવામાં આવે છે તો કેટલાક પરિવારો પુત્ર જન્મની ખુશીમાં તેમજ હરખના કાનુડાની મૂર્તિઓ લાવી તેની ભકિતભાવપૂર્વક પૂજા કરે છે . સમગ્ર જગતનું નિર્માણ કર્યું છે તેવા પરમાત્માને એમના જ બનાવેલા ઓતિયા પરિવારના કારીગરો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ પ્રકારની મૂર્તિઓને બનાવી તેનું રંગરોગાણ કરી અંતિમ સ્વરુપ આપવામાં આવી રહયું છે. વર્ષોની પરંપરા મુજબ પાટણમાં વસતા ઓતિયા પરિવાર દ્વારા દરેક ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં વિવિધ પ્રકારની દેવી - દેવતાઓની મૂર્તિઓને આબેહૂબ રીતે ઠારવામાં આવે છે ત્યારે કૃષ્ણલલ્લાના જન્મોત્સવને લઈ પરીવાર દ્વારા બાલકૃષ્ણ સહિત રાધાકૃષ્ણની મૂર્તિઓ તેમજ રંગબેરંગી મટકીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે .

અન્ય સમાચારો પણ છે...