કાર્યવાહી:શંખેશ્વરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની રેડ, છ શખ્સો પકડાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ રૂ.17,270 સાથે 58,270 નો મુદ્દામાલ જપ્ત કર્યો

શંખેશ્વર જુના બસ સ્ટેન્ડ નજીક ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બાતમીના આધારે છાપો મારી છ શખ્સોને રોકડ રૂ.17,270 સાથે પકડી પાડયા હતા. શંખેશ્વરમાં જુના બસ સ્ટેન્ડ આનંદ બજાર પાછળના ભાગે આવેલા વેદ શોપિંગ સેન્ટર પાસે જાહેર જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગાર રમતા 6 શખ્સો રૂ.17,270ની રોકડ સાથે પકડી પાડયા હતા તેમની પાસેથી 5 મોબાઈલ,બાઈક,2 કેલ્ક્યુલેટર સહિત કુલ રૂ.58,270 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરના હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ લાભુભાઈએ શંખેશ્વર પોલીસમાં છ શખ્શ સામે ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલા શખ્શો

  • નાગરજી હજુરજી ઠાકોર
  • પ્રહલાદજી બચુજી ઠાકોર
  • રાજેશભાઈ મહાદેવભાઇ ઠાકોર
  • કીર્તિકુમાર સીતારામ દાસ સાધુ
  • ગોવિંદજી બાબુજી ઠાકોર
  • રમેશભાઈ બાબાભાઈ બારોટ
  • તમામ રહે શંખેશ્વર

અન્ય સમાચારો પણ છે...