રમત-ગમત:ધારપુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં મેડિકલ છાત્રોની રાજ્ય કક્ષાની ક્રિકેટ,ફુટબોલ,વોલીબોલ,બેડમિન્ટન સ્પર્ધાનો પ્રાંરભ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારપુરમાં મેડિકલ છાત્રોની રાજય કક્ષાની સ્પોર્ટ્સ સ્પધૉનો પ્રારંભ - Divya Bhaskar
ધારપુરમાં મેડિકલ છાત્રોની રાજય કક્ષાની સ્પોર્ટ્સ સ્પધૉનો પ્રારંભ
  • 5 દિવસ દરમ્યાન રાજ્યની વિવિધ ટીમો 12 ટીમોના 600 ખેલાડીઓ ભાગ લેશે

પાટણના જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ- ધારપુરમાં કોરોના મહામારીમાં સ્થગિત રખાયેલ 5 દિવસીય વાર્ષિક રાજ્ય કક્ષાની મેડિકલ શાખાની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ-COSMOS 2021 નો શનિવારે આરંભ થયો હતો. જેમાં ધારપુર મેડિકલ હોસ્પિટલના ડીન ડૉ.યોગેશાનંદ ગોસ્વામી અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.મનિષ રામાવત સહિતના મહાનુભાવો દ્વારા ખેલાડીઓને સ્પર્ધા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ધારપુર સ્પોર્ટ ગ્રાઉન્ડમાં શરૂ થયેક રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યની 8 GMERS મેડિકલ, વિસનગર અને બનાસ મેડિકલ કોલેજ તેમજ 2 ડેન્ટલ કોલેજ- સિદ્ધપુર તથા વિસનગર) કોલેજની કુલ 12 ટીમના 600 થી પણ વધારે સ્ટુડન્ટ્સ તથા ડોક્ટરો ભાગ લીધો છે.જેમાં 5 દિવસ ની COSMOS 2021 સ્પર્ધા માં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ તથા બેડમિન્ટન ની સ્પર્ધાઓ યોજાશે.સ્પર્ધાના આરંભ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો , રમતવીર ડોક્ટરો દ્વારા ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...