સેવા:પાટણ આરોગ્ય તંત્ર, આયુષ વિભાગ અને પાટણ સીટી રોટરી ક્લબ દ્વારા આરોગ્ય કેમ્પ શરૂ કરાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક સારવાર, પાણી, નાસ્તો ઉપરાંત આયુર્વેદિક ઉકાળા વિતરણ શરૂ

સમગ્ર દેશની આસ્થાનું કેન્દ્ર એટલે મા અંબા.... ગુજરાતનાં અંબાજી સ્થિત માં જગતજનની જગદંબાનુ મંદિર આવેલું છે ત્યારે આ શકિતકેન્દ્ર ખાતે મેળાની શરૂઆત થઈ ચૂકી છે ભાદરવી પૂનમે અંબાજી ખાતે પહોંચવા ગુજરાતભરમાંથી શ્રદ્ધલુઓ પગપાળા યાત્રા આરંભ કરી દીધી છે ત્યારે માઈભક્તોને માની આરાધના કરતા હોય ત્યારે કોઈ જ અગવડ ન પડે તે માટે સેવાકેમ્પ પણ શરૂ કરાયા છે ત્યારે પાટણ આરોગ્ય તંત્ર, આયુષ વિભાગ અને પાટણ સીટી રોટરી ક્લબ દ્વારા પણ પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તાથી સિદ્ધપુર જવાના માર્ગે આરોગ્ય કેમ્પ શરૂ કરવામાં આવેલ છે.

આજે મા અંબાની આરતી કરી ભક્તોની સેવાઓ શરૂ કરવામાં આવી છે. કેમ્પ ખાતે પ્રાથમિક સારવાર, પાણી, નાસ્તો ઉપરાંત આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવશે.તેવું વિષ્ણુભાઈ પટેલ સી ડી એચ ઓ પાટણએ જણાવ્યુ હતુઆજે કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી પલ્લવીબેન, સિડીએચઓ વિષ્ણુભાઈ રોટરી ક્લબ પાટણ સિટીના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, જયરામભાઇ પટેલ, ડૉ. રીનાબેન આયુષ અધિકારી, રોટરી ક્લબ પાટણના સભ્યો મદારસિંહ, ભરત ચૌધરી, વિક્રમભાઈ સહીત ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...