તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજીસ્ટ્રેશન શરૂ:ધોરણ 10 બાદ ડિપ્લોમામાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 જુલાઈ સુધી છાત્રો રજીસ્ટ્રેશન કરી શકાશે
  • પાટણની કે.ડી.પોલિટેનિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની મદદ માટે સેન્ટર શરૂ કરાયું

ધોરણ 10 પછી ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વાંચ્છુક ઉમેદવાર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થવા પામ્યું છે. આગામી 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે. પાટણ સહીત જિલ્લામાં ધોરણ 10 બાદ ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે હાલમાં રિઝલ્ટ પહેલા રાજ્યની સરકારી અનુદાનિત તથા સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી બેઠકો તેમજ સ્વનિર્ભર સંસ્થાઓને સુપરત કરેલ હોય તેવી સંચાલક મંડળની બેઠકો પર આ વર્ષે પ્રવેશ પ્રકિયા સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી હોય પ્રવેશ વાંચ્છુક ઉમેદવારો માટે 17 જૂનથી 15 જુલાઈ સુધી www.gujdiplome.nic.co.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન ખુલ્લું મુકવામાં આવ્યું છે.ફોર્મ ભરવા અંગે સહીત અભ્યાસ અંગેના માર્ગદર્શન અને મદદ માટે પાટણની કે.ડી.પોલિટેક્નિકલ ઇજનેરી કોલેજમાં એ.સી.પી.ડી.સી નું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...