પરીક્ષા:પાટણ જિલ્લામાં આજથી ધોરણ 9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 259 શાળાઓમાં 60 000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પાટણ જિલ્લામાં 18 ઓક્ટોબરથી ધોરણ 9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરિક્ષામાં મોટાભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા બોર્ડના પ્રશ્નપત્ર સ્વીકારવાનો વિકલ્પ અપનાવ્યો છે દિવાળી પહેલા આ પરીક્ષા પૂરી થઈ જશે. ત્યારબાદ 1 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ 259 શાળાઓમાં ધોરણ 9, 10, 11 અને 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનું 18થી 27 ઓક્ટોબર દરમિયાન યોજાશે.જેમાં આશરે 60,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં સરકાર દ્વારા પ્રશ્નપત્રો કાઢવા બાબતે શાળાઓને સ્વૈચ્છિક વિકલ્પ આપ્યો હતો જેમાં જિલ્લાની મોટાભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ બોર્ડના પ્રશ્નપત્રો સ્વીકારવાનો વિકલ્પ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા મોટા ભાગે શાળા કક્ષાએથી પ્રશ્નપત્ર કાઢવાનો વિકલ્પ સ્વીકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમ વાર્ષિક પરીક્ષાનો સમય બે ભાગમાં રાખ્યો છે. જેમાં ધો-9 અને 11માં 50 માર્કની પરિક્ષાનો સમય બે કલાકનો રહેશે. જ્યારે ધો-10 અને 12માં 80 ગુણની પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...