પ્રવેશોત્સવ ઉજવાશે:જિલ્લાની પ્રા.અને માધ્યમિક શાળામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 થી 25 જૂન પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાશે

ઉનાળુ વેકેશન બાદ સોમવારથી પાટણ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠશે જ્યારે 23થી 25 જૂન પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા શૈક્ષણિક સત્રથી પાટણ જિલ્લામાં 896 પ્રાથમિક શાળાઓમાં 1.50 લાખ વિદ્યાર્થીઓ અને 196 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 55000 બાળકોના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ત્યારે બાળકોએ અત્યારથી જ સ્કૂલ ડ્રેસ ચોપડા શિક્ષણ સાહિત્ય સહિતની ખરીદી કરી શાળાએ જવા માટેની તૈયારીઓ કરી દીધી છે.

23થી 25 જૂન દરમિયાન પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કરી બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશોત્સવ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ તંત્રને જાણકારી આપવામાં આવી છે. પરંતુ વિભાગ દ્વારા હજુ કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવ્યો નથી. તેવુ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...