પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે શહેરની એમ.એન. હાઇસ્કૂલમાં ધોરણ 12 માં ઇતિહાસ વિષયની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ નોંધાયો હતો. જેમાં વિદ્યાર્થી વર્ગખંડમાં અપેક્ષિત પુસ્તકના ખુલ્લા પાનાઓમાંથી ઉત્તર લખતાં નિરીક્ષકના હાથે ઝડપાયો હતો.
પાટણમાં ગુરુવારે સવારે ધો.10માં ગણિત વિષયની અને સામાન્ય પ્રવાહ ધો. 12 માં ઇતિહાસ વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં શહેરમાં એમ.એન. હાઇસ્કૂલમાં આવેલ પરીક્ષા કેન્દ્રના -2 માં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી વર્ગખંડમાં અપેક્ષિત ના છૂટા પાનાઓ છુપાવીને ઉત્તરવહીમાં જવાબો લખી રહ્યો હતો. જે દરમિયાન નિરીક્ષકને ગેરરીતી કરતાં ધ્યાને આવતાં તેને તપાસતાં તેની પાસેથી અપેક્ષિત પુસ્તકના એક થી વધુ પાનાઓ મળ્યા હતા.
નિરીક્ષક દ્વારા સંચાલકને આ બાબતે ધ્યાન દોર્યા બાદ ગેરરીતિ કરતો હોય કોપી કેસ નોંધવામાં આવ્યો હતો. તેવું પરીક્ષા કંટ્રોલ રૂમના કર્મચારીએ જણાવ્યું હતું. બપોરના સેશનમાં ધો. 12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં રાસાયણિક વિજ્ઞાનની પરીક્ષા યોજાઈ હતી જેમાં એક પણ કોપી કેસના નોંધાતા પરીક્ષા સંપન્ન થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.