મોટી દુર્ઘટના ટળી:સાંતલપુર હાઇવે ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ટ્રેલર પાછળ ઘૂસી ગઇ, 18 મુસાફરો ઘાયલ

પાટણ9 દિવસ પહેલા
  • રસ્તા ઉપર ટ્રેલરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બસ ઘૂસી ગઇ

સાંતલપુર નજીક મુસાફરો ભરેલી રાપર-વડોદરા એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા 18 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પૈકી કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

18 મુસાફરોને ઇજાઓ પહોંચી
સાંતલપુર નજીક પસાર થઈ ટ્રેલર ચાલકે રસ્તા ઉપર અચાનક બ્રેક મારતા પાછળ આવીર રહેલી રાપર વડોદરા વાળી મુસાફર ભરેલી એસ.ટી બસ અથડાઈ હતી. બસ ટ્રેલર પાછળ ઘૂસી જતા બંને વચ્ચે ટક્કરને લઈ અકસ્માતમાં બસમાં સવાર 18 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. હાઈવે ઉપર પસાર થતા વાહનો ઊભા રહીને લોકોને બહાર કાઢી તાત્કાલિક 108ને ફોન કરતા ઘટના સ્થળે દોડી આવેલ એમ્બ્યુલન્સમાં મુસાફરોને નજીકની સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

કેટલાક મુસાફરોની હાલત ગંભીર
આ ઘટનામાં સદનસીબે કોઈનું મોત હજુ સુધી સામે આવ્યું નથી. તો કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી રસ્તા ઉપર સર્જાયેલ ટ્રાફિક હળવું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમજ સમગ્ર ઘટના મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...