પાટણ જિલ્લાની રણકાંધીએથી પસાર થતા નેશનલ હાઇવે માર્ગો પર ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ યથાવત રહેવા પામી છે. ત્યારે આજે બપોરના સમયે રાધનપુર નેશનલ હાઇવે માર્ગ પર એસ.ટી.બસ રોડ રોલર સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. બસમાં 21 વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતાં.
પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવે 27 ઉપર વારાહી રાધનપુર વચ્ચે પીંપળીના પાટીયા નજીક ભુજ તરફથી આવી રહેલી એસ.ટી.બસ રોડનું સમારકામ કરી રહેલા રોલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં એસ.ટી.બસમાં સવાર 21 મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.