પાટણ શહેરમાં ધર્મ પ્રેમી નગરજનો દ્વારા અવાર નવાર ધાર્મિક ઉત્સવોની સાથે ભાગવત્ કથાનું પણ ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ શહેરનાં ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલી સિદ્ધરાજ ક્રેડીક કો.ઓપ. બેકના સિદ્ધરાજ ગ્રાઉન્ડ ખાતે જસવંતભાઈ ત્રિભોવન દાસ પટેલ પરિવાર દ્વારા મુકુંદ મહારાજના કંઠે શ્રી મદ ભાગવત્ કથાનું આયોજન તા.12 ડીસેમ્બર થી તા.22 ડીસેમ્બરનાં બપોરના 2 થી 5 કલાકના સમય દરમિયાન કરવામાં આવ્યું છે.
શ્રીમદ ભાગવત્ કથાના સોમવારના પ્રથમ દિવસે યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જે કથા સ્થળે પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પોથીનું સ્થાપન કરી ભાગવત્ કથાકારે પોતાની વાણી સાથે ઉપસ્થિત ભક્તજનોને શ્રીમદ ભાગવત્ કથાનું રસપાન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.