મનરેગા યોજના:7 તાલુકાના 36 ગામોમાં 1.82 કરોડના ખર્ચે રમત-ગમતના મેદાનો બનશે

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનરેગા અંતર્ગત ચારૂપ અને ડેર ગામે રમત-ગમતના મેદાનો બનાવ્યા છે - Divya Bhaskar
મનરેગા અંતર્ગત ચારૂપ અને ડેર ગામે રમત-ગમતના મેદાનો બનાવ્યા છે
  • રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્રને સાર્થક કરવા મનરેગા યોજના અંતર્ગત મેદાનો બનાવાશે
  • ચારૂપ અને ડેર ગામમાં ઊંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલના મેદાન બનાવાયા છે

યુવાધન રમત-ગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી રમશે ગુજરાત જીતશે ગુજરાત ના સૂત્રને સાર્થક કરે તે માટે પાટણ જિલ્લાના ગામડાઓમાં યુવક-યુવતીઓ માટે ઊંચી કુદ, લાંબી કુદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ અને વોલીબોલ સહિતની રમતોના મેદાનોનું નિર્માણ કરવામાં આવનાર છે. મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના 36 ગામોમાં રૂ.1.87 કરોડના ખર્ચે આધુનિક મેદાનો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લામાં ગયા વર્ષે સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે અને પાટણ તાલુકાના ડેર ગામે મનરેગા યોજનામાંથી રમત-ગમતના વિશાળ મેદાનોનું નિર્માણ કર્યું છે. કુલ રૂ 16.25 લાખથી વધુના ખર્ચે બન્ને ગામોના મેદાન તૈયાર થયા છે જેમાં ચારૂપ ગામે રૂ.6.81 લાખના ખર્ચે લાંબી કુદ, ઊંચી કુદ, દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, કબડ્ડી અને ક્રિકેટનું મેદાન તૈયાર કર્યું છે જ્યારે ડેર ગામે રૂ.9.34 લાખના ખર્ચે ક્રિકેટ ફૂટબોલ અને વોલીબોલનું મેદાન તૈયાર કરાયું છે.

જેના થકી ડેર તેમજ ચારૂપ ગામ તેમજ આસપાસના ગામના યુવાનો પોલીસ ભરતીની તૈયારીઓ માટે આ મેદાનનો ઉપયોગ બની રહ્યા છે તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતની રમત અને સ્પર્ધાઓ પણ યોજાય છે.આ ઉપરાંત ખેલ મહાકુંભ ની સ્પર્ધાઓ માટે પણ ઉપયોગી બને છે. અને આ મેદાનો રમશે ગુજરાત જીતશે ગુજરાતી સૂત્રોને સાર્થક કરી રહ્યા છે.

આ વર્ષે પાટણ જિલ્લામાં વધુ 36 ગામમાં વિશાળ આધુનિક મેદાનો બનાવવામાં આવશે જેમાં ચાણસ્મા તાલુકામાં 4 હારિજ તાલુકામાં 5 રાધનપુર તાલુકામાં 6 સાંતલપુર તાલુકામાં 7 સરસ્વતી તાલુકામાં 6 શંખેશ્વર તાલુકામાં 2 સિદ્ધપુર તાલુકામાં 4 મળી રમત-ગમતના 36 મેદાનો બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ,આર્મીની ભરતીમાં પ્રેક્ટિસ માટે આશીર્વાદરૂપ બનશે
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરતભાઈ જોશીએ જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં મનરેગામાં માત્ર રોજગારલક્ષી કામોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું પરંતુ હવે રોજગાર લક્ષી કામો ઉપરાંત રમત-ગમતના મેદાનોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે પોલીસ આર્મી ની ભરતી મા પ્રેક્ટિસ માટે આ મેદાનો થી યુવાનોને નવું પ્લેટફોર્મ મળશે.

ગામોમાં મેદાન બનશે

  • ચાણસ્મા - કેસણી, ભાટવાસણા, બ્રાહ્મણવાડા, ધરમોડા ગામ
  • હારીજ - કાતરા, રુગનાથપુરા દુનાવાડા, જુનામાકા, રોડા ગામ
  • રાધનપુર - ગોતરકા, ચલવાડા, નાયતવાડા, અમીરપુરા, ધોળકડા, શેરગંજ ગામ
  • સાતલપુર - પાટણકા, અહેવાલ, અમીરપુરા, જામવાડા, વાવડી, સીધાડા, ડાલડી ગામ
  • સરસ્વતી - અઘાર, કાતરા, સમાલ, ધનાસરા, કાસા, સાપ્રા, સોટાવડ
  • શંખેશ્વર - પાડલા, લોટેશ્વર ગામ
  • સિદ્ધપુર - મુડાણા, મેળોજ, ગણવાડા, ચાટાવાડા ગામ

અન્ય સમાચારો પણ છે...