તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાટણના 5 બગીચામાં રમત-ગમતના સાધનો મુકાશે, તૂટી ગયેલી દીવાલોનુ નવીનીકરણ થશે

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ બાગ-બગીચા સમિતિની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા

પાટણ નગરપાલિકાની બાગ-બગીચા કમિટીની બેઠક ચેરમેન કામિનીબેન પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં સરદાર બાગમાં કોટ ઊંચો કરવા તૂટી ગયેલો દરવાજો રિપેર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આનંદ સરોવરમાં ગાયત્રી મંદિરના પાછળના ભાગમાં તૂટી ગયેલી દિવાલ નું નવીનીકરણ કરવા લોખંડના તૂટી ગયેલા દરવાજાનું રીપેરીંગ કરવા પ્રતિમાઓની તકતીઓ તૂટી ગઈ હોવાથી તેને રીપેરીંગ કરવા તેમજ મુખ્ય ગેટ ઉપર બગીચાનું સાઈન બોર્ડ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

ગાંધી બાગ માં પૂરતા પ્રમાણમાં પાણી આવતું ન હોવાથી બે કનેક્શન અલગ-અલગ પ્લોટમાં આપવા સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉભી કરવા પણ નક્કી કરાયું હતું કાળકા બગીચામાં ઓરડીના દરવાજા નાખવા અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની વ્યવસ્થા કરવા માટે નિર્ણય કરાયો હતો. બાગ બગીચાઓમાં રમત-ગમતના સાધનો મુકવા માટે નક્કી કર્યુ હતું બગીચાઓમાં વૃક્ષારોપણ તેમજ લોન અને મહેદી વાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.ઉપરાંત ચીફ ઓફિસર પાંચાભાઇ માળી એ ચોમાસામાં ખાનગી નર્સરીઓ માંથી ઊંચાઈ ધરાવતા તૈયાર છોડ લાવીને રોપવામાં આવે અને એકાદ વર્ષ સુધી તેની માવજત કરવામાં આવે તો છોડ ઝડપથી તૈયાર થઈ જશે તેવું સુચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...