આયોજન:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાયદા અનુસ્નાતક વિભાગ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સ્પર્ધામાં વિધાર્થીઓ ઉત્સાહ ભેર ભાગ લીધો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાયદા અનુસ્નાતક વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુરૂવારના રોજ વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શુભ શરૂઆતમાં વિભાગના વડા ડો. સ્મીતા વ્યાસ દ્વારા વિધાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ સંલગ્ન માહીતી ડો. સૌરભ આર ભટ્ટ દ્વારા આપવામાં આવેલા સ્પર્ધાના નીયમો બિનલબેન બારોટ દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમા અન્ય વિભાગો માંથી 27 વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ડો. ગાર્ગીબેન રાવલ, સમાજકાર્ય વિભાગ તથા ડો.ચંદુજી ઠાકોર, એમ.બી.એ વિભાગે અમુલ્ય સમય ફાળવીને નિર્ણાયક તરીકે સુંદર કામગીરી કરી હતી અને ત્રણ વિધાર્થી વિજેતા જાહેર કરેલા પ્રથમ વિજેતા ડોમનીક સીબીયો, દ્વીતીય વિજેતા મુકેશ પરમાર અને ત્રીતીય વિજેતા અંજલીબા વી રાઠોડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અને એન.એસ.એસ વિભાગના વડા ડો.જે.ડી ડામોર દ્વારા કાર્યક્રમ અંતર્ગત પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ નિધીબેન ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. કર્યક્રમમાં વિધાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...