મોંઘા ઇન્જેક્શન મફતમાં અપાશે:લોહીની બીમારીની નિઃશુલ્ક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં સ્પેશ્યલ હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ

પાટણ11 દિવસ પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
ધારપુર હોસ્પિટલમાં હિમોફિલીયા ટ્રીટમેન્ટ શરૂ કરાયું છે. - Divya Bhaskar
ધારપુર હોસ્પિટલમાં હિમોફિલીયા ટ્રીટમેન્ટ શરૂ કરાયું છે.
  • લોહીની બીમારી વાળા દર્દીઓ 25 થી 60 હજારના મોંઘા ઇન્જેક્શન ધારપુરમાં મફતમાં લઈ શકશે

પાટણ જિલ્લામાં જન્મજાત બાળકો તેમજ મોટી ઉંમરના લોકોમાં શરીરમાં લોહીની ગાંઠો થઈ જવી,લોહી થીજી જાય જેવી લોહીની બીમારીથી પીડિત દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં થતી મોંઘી સારવારના બદલે મફ્તમાં સારવાર મળે તે માટે GMERS ધારપુરમાં સૌપ્રથમ નિઃશુલ્ક લોહીની બીમારીના દર્દીઓ માટે સ્પેશ્યલ હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ થવા પામ્યું છે. જેમાં 25 હજારથી 60 હજારના ઇન્જેક્શન પણ દર્દીને મફતમાં અપાય છે.

ગંભીર બીમારી પીડિત દર્દીને આજીવન સારવારની જરૂર
માણસના શરીરમાં ફેક્ટર 7,8,9ની ઉણપના કારણે લોહીની ગાંઠો થઈ જવી ઉપરાંત લોહી થીજી જવું જેવી ગંભીર બીમારીને મેડિકલ ભાષામાં હિમોફિલિયા નામના રોગથી ઓળખાય છે. આ બીમારીથી પીડિત દર્દીના અંગો અચાનક અકટાઈ જવા, લકવો મારવો,ક્યારેક જીવનું જોખમ પણ ઉભું થાય છે. ગંભીર બીમારી પીડિત દર્દીને આજીવન સારવારની જરૂર પડે છે.

સ્પેશ્યલ સેન્ટર શરૂ થતાં દર્દીઓને ખર્ચના મોટી રાહત
આ સારવાર ખાનગી હોસ્પિટલમાં ફેક્ટર 7,8,9ના ઇન્જેક્શન જ 25 થી 60 હજારમાં પડે છે. દર સપ્તાહે ઇન્જેક્શનની જરૂરિયાત ઉભી થતા જરૂરિયાતમંદ દર્દી હોય તો સારવાર ખર્ચ કરી ન શકે તેટલી માતબર રકમ સારવારમાં થાય છે.આવા મોંઘવારી સમયમાં દર્દીઓને ગંભીર બીમારીની નિઃશુલ્ક સારવાર માટે ધારપુરમાં સ્પેશ્યલ સેન્ટર શરૂ થતાં દર્દીઓને ખર્ચના મોટી રાહત મળશે.

લાભ : ખાનગી હોસ્પિટલમાં દર્દીને રૂ.25થી 60 હજારમાં અપાતા ઇન્જેક્શન મફતમાં આપે છે
શરીરમાં લોહીની ગાંઠો અથવા લોહી જામી જતા અંગો અકટાઈ જવા સહિત વિવિધ ગંભીર આડઅસરો થાય છે. આ રોગમાં ડાયાલીસીસ માફક સતત સારવાર કરાવવાની જરૂર પડતી હોય છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીને સપ્તાહમાં લોહી પાતળું કરવા માટે ફેક્ટર 7,8,9 જેવા 25 થી 60 હજારની કિંમતના મોંઘા ઇન્જેક્શન આપવા પડે છે.જેને લઈ સારવાર ખૂબ જ મોંઘી પડે છે.આ સારવાર માટે ધારપુરમાં સ્પેશ્યલ હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં મોંઘા ઇન્જેક્શન મફતમાં ઉપરાંત તમામ સારવાર નિઃશુલ્ક કરાઈ રહી છે.

જિલ્લામાં કુલ દર્દીઓના 50 ટકા જન્મજાત બાળકો પીડિત
જિલ્લાનું એકમાત્ર હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરમાં કુલ 60 દર્દીઓ હાલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. જેમાં જન્મજાત બાળકો પણ રોગથી પીડિત હોય સારવાર માટે આવે છે. કુલ 60 પૈકી 50 ટકા દર્દીઓ તો બાળકો જ છે. જે સપ્તાહમાં ત્રણ વાર સારવાર માટે આવે છે. જે ખુબ ગંભીર બાબત છે.તેવું હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડૉ.મનીષ રામાવતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...