તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:અભ્યાસ અર્થે વિદેશ જતા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે રસીકરણની વિશેષ વ્યવસ્થા

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયત નમૂનામાં અરજી કરવાથી જરૂરી દસ્તાવેજોના આધારે મંજૂરી બાદ વેક્સિનેશન મળશે

કોરોના વાયરસ મહામારી દરમ્યાન વિદેશ જતા વિદ્યાર્થીઓને કોઈ અડચણ ઉભી ન થાય તે માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમના રસીકરણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે એક સ્પેશ્યિલ સેલનું ગઠન કરવામાં આવ્યું છે. જેના દ્વારા અરજીના આધારે નિયત સમય પહેલા રસીના બીજા ડોઝ માટે વૉક ઈન રજીસ્ટ્રેશન દ્વારા રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વિદેશ જતા વિદ્યાર્થીઓને વિદેશપ્રવાસમાં અડચણ ઉભી થવાની શક્યતા નિવારવા પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અરજદાર વિદ્યાર્થીએ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાંથી ઉપલબ્ધ નિયત પત્રક ભરીને તેમાં દર્શાવેલા દસ્તાવેજો અપલોડ કરી covidvaccineforeignstudentpat@gmail.com પર ઈ-મેઈલ દ્વારા મોકલી આપવાના રહેશે.

આ દસ્તાવેજોના આધારે આરોગ્ય શાખાના સ્પેશ્યલ સેલ દ્વારા અરજી મંજૂર કરી સબંધિત વિદ્યાર્થીને કન્ફર્મેશન મેઈલ દ્વારા રસીકરણ કેન્દ્ર અને સમયની જાણ કરવામાં આવશે. અરજદાર વિદ્યાર્થી જે તે દિવસના કાર્યરત રસીકરણ કેન્દ્રોની યાદી www.patan.nic.in પર જોઈ શકશે.

અરજદાર વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને પત્રકોની વિગતોની ચકાસણી બાદ નિયત કરવામાં આવેલા ૦૭ દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રસીકરણ કેન્દ્ર ખાતે વોક ઈન રજીસ્ટ્રેશન માટે રજૂ કરવાનો રહેશે. રસીકરણ બાદ અરજદાર વિદ્યાર્થીને વેક્સિનેટર દ્વારા જરૂરી વિગતો ભરી સહી સાથેનું Final Certificate for Covid-19 Vaccination બે નકલમાં આપવામાં આવશે.

પાટણ કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરના સહી-સિક્કા માટે રજૂ કરવાનું રહેશે. કલેક્ટર કચેરી ખાતે પ્રમાણપત્ર પર અધિક નિવાસી કલેક્ટરની સહી માટે જતા વિદ્યાર્થીઓએ ડિઝાસ્ટર શાખા ખાતેના સ્પેશ્યલ સેલમાં પ્રમાણપત્રની બંને નકલ જમા કરાવવાની રહેશે. જ્યાં અધિક નિવાસી કલેક્ટરના સહી-સિક્કા બાદ રજીસ્ટરમાં જરૂરી નોંધ કર્યા બાદ વિદ્યાર્થીને અસલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

કોરોના સંક્રમણથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય રસીકરણ છે અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 18થી 44વર્ષની ઉંમર ધરાવતા નાગરિકોનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 84 દિવસનું અંતર રાખવામાં આવે છે. પરંતુ અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓ કે જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને બીજો ડોઝ લેવા માટે નિયત સમયગાળો પૂર્ણ થયો નથી તેમને વિદેશ જવામાં અડચણ ઉભી થવાની સંભાવનાને પગલે તંત્ર દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...