પુષ્પાંજલિ:વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજીને પુષ્પાંજલિ અર્પી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંખેશ્વરના શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં અર્હદ મહાપૂજન
  • ​​​​​​​શંખેશ્વર તીર્થમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું : નિમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય શંખેશ્વર સ્થિત શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મહારાજાની 32મી પુણ્યતિથી અવસરે અર્હદ્ મહાપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે મહારાજ સાહેબની છબીને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, આચાર્ય શ્રીમદ્ વિજય સુબોધસૂરીશ્વરજી મહારાજાની પુણ્યતિથી અવસરે શંખેશ્વર જૈન તિર્થ ખાતે ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડ્યુ તે માટે હું મારી જાતને પુણ્યશાળી સમજું છું. અહીં આચાર્ય ગુરૂવરોના આશિર્વચન સાંભળવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું તે માટે તે તમામને વંદન કરૂ છું. આ પ્રસંગે કચ્છ, અમદાવાદ તથા મુંબઈથી પધારેલા આચાર્ય ભગવંતઓએ વીરવાણી અને આચાર્યઓના ગુણાનુવાદ પ્રસ્તુત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...