પાણીની પરબ:પાટણનાં જૂનાગંજમાં એસ.પી. તન્ના દ્વારા શિતળ જળની પરબ શરૂ કરાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલનાં હસ્તે ઉદ્ઘાટન કરાયું

પાટણ શહેરનાં જૂનાગંજ બજારમાં આજે પીવાનાં ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરાયો છે. માં સરસ્વતી સેવા સમિતિ દ્વારા જુનાગંજ બજારમાં આવેલી એસ.પી. તન્ના દુકાનની આગળ બનાવવામાં આવેલી પરબનું ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલનાં હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

આ પરબ પાટણ નગરપાલિકાનાં પૂર્વપ્રમુખ હેમંતભાઈ તન્ના પરિવારનાં શંકરલાલ પી તન્ના પરિવાર ના સાહિયોગ થી શરૂ કરાઇ છે. પરબ ના ઉદ્ધાટન પ્રસંગે કે.સી. પટેલે જણાવ્યું કે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો આવતા હોઇ તેઓને આ પરબ આશિર્વાદરૂપ બનશે.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાનાં પ્રમુખ સ્મિતાબેન પટેલ, હેમંતભાઇ તન્ના, જીતુભાઇ પટેલ, સતિષ ઠકકર, મુકેશ પટેલ, દર્શક ત્રિવેદી, મહાસુખભાઇ મોદી, કેશવલાલ ઠકકર, જાગૃતિબેન પ્રજાપતિ તથા અલકાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...